અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. અરજીમાં ફિલ્મનું નામ બદલવાની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે, ફિલ્મ વિરૂદ્ધ દાખલ કરેલી અરજીમાં શું કાર્યવાહી કરવામાં આવે છે.
ફિલ્મની વાર્તા વિશે વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં સ્વતંત્રતા પછીના સામાન્ય માણસની કહાની રજૂ કરવામાં આવી છે. જેની સાથે આમ આદમીની 1964 થી 2010 સુધી સફર વિશે રજૂ કરવામાં આવી છે.
ફિલ્મમાં સલમાન ખાન અને કટરીના કૈફ, ઉપરાંત તબ્બૂ, દિશા પટાની, સુનીલ ગ્રોવર અને જૈકી શ્રોફ પણ મુખ્ય ભુમિકામાં છે. ફિલમનું ડાયરેક્શન અલી અબ્બાસ ઝફરે કર્યું છે.ફિલ્મ 5 જૂનના રોજ રિલીઝ થશે. ફિલ્મના રીલ લાઈફ પ્રૉડક્શન પ્રાઈવેટ લિમિટેડ અને સલમાન ખાન ફિલ્મને પ્રૉડ્યૂસ કરે છે.