મુંબઇઃ બૉલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે ગુરુવારે જાહેરાત કરી હતી કે, તેમણે ફ્રન્ટલાઇન વર્કર્સ માટે 1000 PPE કીટ્સ આપી છે. આ ઉપરાંત તેમણે લોકોને પણ જેટલું બની શકે તેટલું ડોનેટ કરવાની અપીલ કરી છે.
46 વર્ષીય અભિનેતાએ સોશિયલ મીડિયા પર આ જાણકારી શેર કરી અને આ વાત તરફ ધ્યાન દોર્યું કે, મેડિકલ ટીમ અને સ્ટાફને પીપીઇ કીટ્સની કેટલી જરૂર છે.
-
Help our COVID 19 warriors.
— Farhan Akhtar (@FarOutAkhtar) May 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
I am personally donating 1000 PPE kits which are in need across India for our doctors/medical staff
For ur contribution, I’ll send u a personal thanks by mention/video shout/video call for ur generosity
Log in- https://t.co/8Mcz0LAN7w
🙏 pic.twitter.com/AjRgu7LTFC
">Help our COVID 19 warriors.
— Farhan Akhtar (@FarOutAkhtar) May 7, 2020
I am personally donating 1000 PPE kits which are in need across India for our doctors/medical staff
For ur contribution, I’ll send u a personal thanks by mention/video shout/video call for ur generosity
Log in- https://t.co/8Mcz0LAN7w
🙏 pic.twitter.com/AjRgu7LTFCHelp our COVID 19 warriors.
— Farhan Akhtar (@FarOutAkhtar) May 7, 2020
I am personally donating 1000 PPE kits which are in need across India for our doctors/medical staff
For ur contribution, I’ll send u a personal thanks by mention/video shout/video call for ur generosity
Log in- https://t.co/8Mcz0LAN7w
🙏 pic.twitter.com/AjRgu7LTFC
અભિનેતાએ રિકોર્ડેડ વીડિયો મેસેજ ટ્વીટર પર શેર કર્યો જેમાં ખુલાસો કર્યો કે, તેમણે ખાનગી રીતે 1000 પીપીઇ કીટ્સ સરકારી હોસ્પિટલ્સને ડોનેટ કરી છે. આ સાથે જ તેમણે લોકોને પણ અપીલ કરી હતી કે, જેટલું બની શકે તેટલું ડોનેટ કરવાની અપીલ કરી છે.
આ ઉપરાંત તેમણે પીપીઇ કીટ્સની કિંમત વિશે પણ જાણકારી આપી હતી, જેથી તેને ફોલો કરનારા લોકો આ વિશે વિચારી શકે કે, તેમણે પોતાનું યોગદાન આપવું જોઇએ. તેમણે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, દરેકને ખાનગી રીતે પણ આભાર માનશે.
તેમણે જણાવ્યું કે, દરેક પીપીઇ કીટની કિંમત 650 રૂપિયા છે અને તે સૌથી વધુ જરુરિયાતવાળા હોસ્પિટલ્સને આપવામાં આવશે.
અખ્તર ઉપરાંત વિદ્યા બાલન અને સોનાક્ષી સિન્હાએ પણ પીપીઇ કિટ્સ ડોનેશન માટે ફંડ એકઠું કર્યું છે.