મુંબઇ: એક્ટ્રેસ એવલિન શર્મા લોકડાઉનમાં તેના પરિવાર અને તેના મંગેતર તુષાન ભંડી સાથે એસ્ટ્રેલિયા છે. તેમનું કહેવું છે કે, કવોરેન્ટાઇન આ સમયગાળો સ્ક્રિપ્ટ લખવામાં પોતાનો હાથ અજમાવવાનો વધુ સારો સમય છે.
એવલિને આઈએએનએસને કહ્યું, 'આ ખૂબ જ મુશ્કેલ છે. સરહદો બંધ થાય તે પહેલાં હું પણ ઓસ્ટ્રેલિયા આવી હતી.. હું મારા કુટુંબ અને મંગેતર તુષાન પરત ફરીને ખૂબ જ ખુશ છીએ. ઘરેથી કામ કરીને હું મારી જાતને વ્યસ્ત રાખું છું.
અભિનેત્રીનું માનવું છે કે, પોતાને વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવા માટે આ યોગ્ય સમય છે.
તે કહે છે, 'મને લાગ્યું કે મારી મનગમતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાનો આ એક સારો સમય છે. હું આજકાલ બાગકામ કરું છું અને મારા માટે શાકભાજી ઉગાડું છું. મને એમ પણ લાગ્યું કે, સ્ક્રિપ્ટ રાઇટિંગમાં પોતાને સમર્પિત કરવાનો આ યોગ્ય સમય છે.
એવલિન એમ પણ માને છે કે, તેના નજીકના લોકો સાથે સમય વિતાવવો એ પણ એક શ્રેષ્ઠ ક્ષણ છે.
તેમણે આઈએએનએસને કહ્યું, 'એક એક્ટર તરીકે મારે ઘણી વાર અહીં અને ત્યાં જ પ્રવાસ કરવો પડે છે. જેના કારણે મને પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળતો નથી. આવી સ્થિતિમાં હું અહીં મારા પરિવાર સાથે રહીને ખુશ છું. સંબંધોને સુધારવાનો અને સાથે મળીને સુંદર યાદો બનાવવાનો આ ઉત્તમ સારો રસ્તો છે.