રાજકોટ: વીરપુર જલારામ ગામમાં રહેતી અલ્પાબેન ઉર્ફે ક્રિષ્નાબેન નામની મહિલાની તેના જ પૂર્વ પતિએ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો આરોપ લાગ્યો છે. હત્યાની આ ઘટનામાં છૂટાછેડા લીધા બાદ પોતાની બે બાળકીઓ સાથે એકલી રહેતી પૂર્વ પત્નીના ઘરમાં ઘુસીને પતિએ તેના પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. ઘાતક હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મહિલાનું મોત થઈ ગયું હતું. આ ઘટનામાં મૃતક મહિલાના માતાએ પૂર્વ જમાઈ કાનજી ગોહિલ વિરુદ્ધ વીરપુર પોલીસ ફરિયાદ નોંધાવી છે.
છૂટાછેડા બાદ અન્ય યુવક સાથે રહેતી હતી પૂર્વ પત્ની
મૃતક મહિલાની માતા હંસાબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની બે પુત્રીઓ પૈકીની નાની પુત્રી અલ્પાબેન ઉર્ફે ક્રિષ્નાબેનના લગ્ન સાત વર્ષ પહેલા વિરપુર ગામના કાનજી ગોહિલ સાથે થયા હતા. જેમાં લગ્ન બાદ તેઓને સંતાનમાં એક દીકરો તેમજ બે દીકરીઓનો જન્મ થયો હતો. ત્યારે હત્યાની ઘટના બની તેના થોડા જ દિવસ પહેલા બંનેના છૂટાછેડા થયા હતા. જે બાદ આ છૂટાછેડા લીધા પછી મૃતક મહિલાએ વીરપુરના નિલેશ ધામેચા સાથે મૈત્રી કરાર કરી એકલી રહેતી હતી. આ છૂટાછેડા લીધા બાદ પુત્ર પૂર્વ પતિ સાથે રહેતો જ્યારે અન્ય બે પુત્રીઓ મહિલા સાથે રહેતી હતી.
ઘરમાં ઘુસીની કરી હત્યા
ઘટનાના દિવસે મહિલા ઘરે એકલી હતી ત્યારે મહિલાનો પૂર્વ પતિ પોતાના બાળકની પાછળ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. ઘર અંદરથી બંધ કરી મહિલા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ત્યારે મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા. જેમાં ઘાતક રીતે ઈજાઓ પામેલી મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ હત્યાની ઘટના અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ તેમજ વીરપુરની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. જે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યા કરનાર મહિલાનો પૂર્વ પતિ સ્વૈચ્છિક રીતે હુમલો કર્યા બાદ વીરપુર પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ચૂક્યો હતો અને પોતે કરેલો ગુનો કબુલ લીધો હતો.
મૃતકની માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ
આ ઘટના બાદ મૃતક મહિલાની માતાએ આ સમગ્ર મામલે વીરપુર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આ અંગેની તપાસ વીરપુર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. હત્યા કરનાર યુવક પોતે રિક્ષા ચલાવે છે. છૂટાછેડા લીધા બાદ મહિલાએ અન્ય એક રીક્ષા ચાલક નિલેશ ધામેચા નામના વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરી લીધા હતા અને પોતાની બે બાળકીઓ કે જે પોતાની સાથે રહેતી હતી. આ ઘટનામાં પૂર્વ પત્ની પર ઘાતક હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી હતી.
વીરપુર પોલીસે આ સમગ્ર મામલે હત્યા કરનાર વ્યક્તિ સામે B.N.S. 103 (1) તેમજ G.P. ACT 135 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ હત્યાની ઘટના અંગેની જાણ થતા પોલીસ કાફલો તેમજ ફોરેન્સિક વિભાગની ટીમ વીરપુર ખાતે દોડી આવી હતી. આ સમગ્ર મામલાની તપાસ વીરપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એસ.વી. ગરચર ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો: