મુંબઈ: ટેલિવિઝન સિરીયલ નિર્માતા એકતા કપૂરે એક ઉદાહરણ આપતા લોકાઉનમાં ફોટોગ્રાફરનું સમર્થન કર્યુ હતું. નિર્માતાએ આ પડકારજનક સમય દરમિયાન ફોટોગ્રાફરના પરિવારની સહાયતા કરવા માટે તેમના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. સેલિબ્રિટીએ ફોટોગ્રાફર્સ સહિત અન્ય લોકોનાની સાથે એક્તા કપૂરને આ મહામારીમાં મદદ કરવા બદલ આભાર માન્યો હતો.
આ પહેલા પણ એક્તા કપૂરે અનેક લોકો મદદ કર હતી. હાલમાં જ નિર્માતાએ કહ્યું હતું કે, બાલાજી કંપની ટેલીફિલ્મ્સે પોતાના સહકર્મીઓને મદદ કરી હતી. તેમજ એક વર્ષના પગારની ચૂકવણી કરી હતી. આ સિવાય આ મહામારીના પ્રભાવ સામે લડવાના એકતા વિભિન્ન રાહત ભંડોળમાં દાન કરી ચૂકી છે.