મુંબઈ/પટના: અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ સાથે જોડાયેલ મની લૉન્ડ્રિંગ કેસ મામલે EDએ પોતાની તપાસ ઝડપથી હાથ ધરી છે. સોમવારના રોજ અભિનેત્રી રિયા ચક્રવર્તી, પિતા ઈન્દ્રજીત, ભાઈ શૌવિક ચક્રવર્તી અને સુશાંત રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીને પુછપરછ માટે બોલાવવામાં આવ્યાં છે. આ સૌ લોકોને પહેલા પણ EDએ પુછપરછ માટે બોલાવ્યા હતા. આ પુછપરછ કલાકો સુધી ચાલી હતી.
તમને જણાવી દઈએ કે, મનીલૉન્ડ્રિંગ મામલે રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તીની EDમાં શનિવારના બપોરે પુછપરછ શરુ થઈ હતી અને રવિવારે સવારે 6 કલાકે ઓફિસ બહાર નિકળ્યો હતો. તેમની 18 કલાક સુધી પુછપરછ ચાલી હતી. તેમને પ્રિવેશન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ હેઠળ પુછપરછ કરવામાં આવી છે. જેમાં તેમના બિઝનેસ, આવક, રોકાણ, સુશાંત અને તેમની બહેન સાથે ફાઈન્શિયલ ડીલ વિશે પણ જાણકારી લેવામાં આવી છે. આ પહેલા 7 ઓગ્સ્ટના 2 કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ બૉલિવૂડ જગત શોકમાં ગરકાવ, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા
અધિકારીઓએ જણાવ્યું કે, શૌવિક ચક્રવર્તીએ તેમના ખાનગી કારોબાર, આવક, રોકાણ, સુશાંત અને તેમની બહેન સાથે ફાઈન્શિયલ ડીલને લઈ પુછપરછ કરી હતી. 7 ઓગસ્ટના એજન્સીએ પણ પુછપરછ કરી હતી. સુશાંતની બહેન અને આ સમગ્ર મામલે મુખ્ય આરોપી રીયાની પણ એજન્સીએ પ્રથમ વખત 8 કલાક સુધી પુછપરછ કરી હતી.
EDએ ઈન્દ્રજીત રિયાના ચાર્ટડ એકાઉન્ટેટ લિતેશ શાહ અને કારોબારી મેનેજર શ્રૃતિ મોદીની પણ પુછપરછ કરી હતી. શ્રુતિ મોદી રાજપૂત માટે પણ કામ કરતી હતી. એજન્સીએ રિયાની અભિનેતા સાથે મિત્રતા, કારોબારી ડીલ બન્ને વચ્ચે વ્યવસાયિક વ્યવહાર અને છેલ્લા કેટલાક વર્ષોમાં બંને વચ્ચે શું થયું. આ અંગે પૂછપરછ કરી હતી. રિયાએ કોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું કે, હું સુશાંતસિંહ સાથે રહેતી હતી.
આ પણ વાંચોઃ રિયા ચક્રવર્તીએ સુશાંત આત્મહત્યા મામલે મૌન તોડતા કહ્યું- સત્ય સામે આવશે, સત્યમેવ જયતે
એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ED તેની આવક, ખર્ચ અને રોકાણો અંગે રિયા પાસેથી જવાબો માંગે છે. તેમનું કહેવું છે કે, રિયાએ તેની આવક અંદાજે 14 લાખ હોવાનો ઉલ્લેખ કરીને આવકવેરા રીટર્ન ફાઇલ કરી હતી, પરંતુ તેના રોકાણની કિંમત આવક કરતા વધારે છે. રિયા પર સુશાંતના પિતાએ તેમના પુત્રને આત્મહત્યા કરવા મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે.
આ અંગે રિયાએ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ અપીલને લઈ ED સમક્ષ હાજર થવાની ના પાડી હતી. 11 ઓગસ્ટે સુધીમાં સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે. રિયાના વકીલ સતીષ માનશિંદે કહ્યું હતું કે, મારા ક્લાયન્ટ કાયદોનું પાલન કરનારા નાગરિક છે અને તે તપાસમાં સહકાર આપશે. રિયાએ સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી છે કે, બિહાર પોલીસે નોંધાયેલા કેસને મુંબઈ પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવે.