મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પદુકોણ ફિલ્મોમાં તેની પડકારજનક ભૂમિકાઓ પસંદ કરવા અને તેનાથી સંમત થવા વિશે વધારે ચર્ચા કરતી નથી, પરંતુ થોડીક માહિતી તેના આગામી પાત્ર વિશે જાણવા મળી જ જાય છે કે, તે પાત્ર માટે કેવી તૈયારી કરી રહી છે.
અભિનેત્રીની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, "દીપિકા શકુન બત્રાની આગામી ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચવા માટે દરરોજ થોડો સમય પસાર કરે છે. તે દરરોજ તેના થોડા પેઈજ વાંચે છે. જોકે તે તેના માટે વધારે તૈયારી નથી કરી રહી. પરંતુ તે પાત્ર સાથેનો પોતાનું કનેક્શન જાળવી રાખવા માગે છે, કારણ કે, લોકડાઉન બાદ તે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની છે. " લોકડાઉન ન થયું હોત તો ફિલ્મનું એક શિડયુલ શ્રીલંકામાં પૂરું થયું ગયું હોય.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા છેલ્લે ફિલ્મ 'છપાક'માં જોવા મળી હતી. હવે તે આગામી ફિલ્મ '83' માં જોવા મળશે, જેમાં તે કપિલ દેવ (રણવીર સિંહ) ની પત્ની રોમીની ભૂમિકા નિભાવી રહી છે. રણવીર સિંહ પણ આ ફિલ્મમાં દીપિકા સાથે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે.