મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં, ડ્રગ એંગલ સામે આવતા અનેક અભિનેત્રીઓની પૂછપરછ કરવામાં આવી છે. ત્યારે દીપિકા બાદ શ્રદ્ધા કપૂર એનસીબીની ઓફિસ પહોંચી ગઈ છે. અહીં NCB ડ્રગ્સના મામલે તેમની પૂછપરછ શરૂ થઇ ગઇ છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણ એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચી ગઇ હતી. દીપિકા સાથેના ડ્રગ્સના કેસ વિશે સવાલો પૂછી રહી છે. આ ઉપરાંત દીપિકા અને તેની મેનેજર કરિશ્માને આમનો સામને પણ પૂછપરછ કરવામાં આવશે.
ત્યારબાદ શ્રદ્ધા કપૂર એનસીબીની ઓફિસ પહોંચી ગઈ છે. અહીં NCB ડ્રગ્સના મામલે તેમની પૂછપરછ શરૂ થઇ ગઇ છે.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં, ડ્રગ એંગલ સામે આવતાની સાથે જ બૉલિવૂડના મોટા સ્ટાર્સ રડાર પર આવી ગયા છે. ડ્રગ્સના કેસમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર જેવી હસ્તીઓના નામ સામે આવ્યા છે અને એનસીબીની તપાસ ચાલી રહી છે.
શુક્રવારે એનસીબીએ રકુલપ્રીતની પૂછપરછ કરી હતી. રકુલપ્રીત સાથેની પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે ડ્રગ્સ તેના ઘરે હતું પરંતુ તે રિયાએ રાખ્યું હતું.
ત્યારે આજે દીપિકા પાદુકોણ NCB ગેસ્ટ હાઉસ પહોંચી છે અને મેનેજર કરિશ્મા સાથે પણ એનસીબીની પૂછપરછ કરવામાં આવશે.