ETV Bharat / sitara

Covid-19: કરીમ મોરાનીની દિકરી શઝાનો ટેસ્ટ રિપોર્ટ આવ્યો નેગેટિવ - કરિમ મોરાનીની પુત્રીને કોરોના નેગેટિવ

હાલમાં જ જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર કરીમ મોરાનીની દિકરી શઝા મોરાનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેના પરિવારનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં શઝાની નાની બહેન અને પિતા કરીમ મોરાની પણ પોઝિટિવ મળ્યા હતા. પરંતુ હવે અમુક મીડિયા રિપોર્ટ અનુસાર શઝા મોરાની સ્વસ્થ છે અને રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.

Etv Bharat, Gujarati News, Bollywood News, Karim Morani, Shaza Morani, Covid 19
Karim Morani's daughter Shaza Morani tests negative
author img

By

Published : Apr 10, 2020, 2:33 PM IST

મુંબઇઃ બૉલિવૂડ પ્રોડ્યુસર કરીમ મોરાની તેની બંને દિકરીઓ શઝા અને ઝોયા આ અઠવાડિયાની શરૂઆતમાં કોરોનાથી સંક્રમિત થયા હતા. તેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેની સારવાર ચાલી રહી છે. હવે માહિતી મળી રહી છે કે, શઝાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેના નેક્સ્ટ રિપોર્ટની હાલ રાહ જોવાઇ રહી છે. જો બીજીવાર પણ રિપોર્ટ નેગેટિવ આવશે તો તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે.

મોરાની પરિવાર માટે થોડી રાહતના સમાચાર છે કે, નાની દિકરી શઝાનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ કરીમ મોરાનીએ જણાવ્યું કે, તે હજૂ હોસ્પિટલમાં જ રહેશે.

મળતી માહિતી મુજબ એક લીડિંગ ન્યુઝપેપરે જ્યારે શઝા સાથે આ વાતની પુષ્ટિ કરવા કહ્યું ત્યારે તેને જવાબમાં કહ્યું કે, 'હા મારો રિપોર્ટ અત્યારે નેગેટિવ છે, પરંતુ નેક્સ્ટ રિપોર્ટની રાહ જોવી પડશે, ત્યાં સુધી ડૉક્ટર કશું કહી શકે તેમ નથી.'

વધુમાં જણાવીએ તો શઝા મોરાની બાદ તેમની બહેન ઝોયા મોરાની અને પિતા કરીમ મોરાનીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, કરીમની પત્ની ઝારા મોરાની તેની ચપેટમાં આવી નથી.

ઝાઓની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બંને બહેનોની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે. શઝા ગત્ત મહિને શ્રીલંકાથી પરત ફરી હતી, જ્યારે ઝોયાએ રાજસ્થાનનો પ્રવાસ કર્યો હતો. જે બાદ ઝોયામાં કોરોનાના લક્ષણ દેખાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.