ETV Bharat / sitara

ફિલ્મ 'દિલ'ને 30 વર્ષ પૂર્ણ થતા માધુરી દીક્ષિતે સોશિયલ મીડિયામાં શેર કરી પોસ્ટ - 1990માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલ’

માધુરી દીક્ષિત અને આમિર ખાન અભિનીત રોમેન્ટિક ફિલ્મ 'દિલ'ને આજે 30 વર્ષ પૂરા થયા છે. આ ખાસ પ્રસંગે માધુરી દીક્ષિતે તેના સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક યાદોને તાજા કરી હતી.

ફિલ્મ 'દિલ'ને 30 વર્ષ પૂરા થતા માધુરી દીક્ષિતએ સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યા

author img

By

Published : Jun 22, 2020, 9:33 PM IST

મુંબઈ: 1990માં રિલીઝ થયેલી માધુરી દીક્ષિત અને આમિર ખાનની ફિલ્મ ‘દિલ’ને આજે 30 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે માધુરી દીક્ષિતે તેના સોશ્યલ મીડિયા પર કેટલાક ફોટો શેર કરી ફિલ્મ સાથે જોડાયેલી યાદોને તાજી કરી હતી.

અભિનેત્રીએ ફોટો શેર કરી પોસ્ટમાં માધુરીએ કહ્યું કે, આ ફિલ્મ માટે તેને પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તે રોમેન્ટિક ફિલ્મ હતી. જેમાં આમિર અને માધુરીની અદભૂત કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મના ગીત અને ફિલ્મ બંને બોક્સ આફિસ પર હિટ રહી હતી.

36માં ફિલ્મફેર એવોર્ડ શોમાં આ ફિલ્મને આઠ કેટેગરીમાં નામાંકન મળ્યું હતું. માધુરી દીક્ષિતને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ માધુરી દીક્ષિતનો પહેલો ફિલ્મફેર એવોર્ડ હતો.

ઇન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં માધુરી દીક્ષિત અને આમિર ખાન ઉપરાંત અનુપમ ખેર, સઈદ જાફરી, દેવેન વર્મા, પદ્મરાણી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.