ETV Bharat / sitara

'છપાકે' બોક્સ ઓફિસ પર ઝમાવ્યો રંગ, રવિવારે 7.35 કરોડની કમાણી

મુંબઇઃ દીપિકા પાદુકોણની હાલમાં જ રિલીઝ થયેલી 'છપાકે' માત્ર રવિવારના દિવસે જ 7.35 કરોડની કમાણી કરી હતી.

author img

By

Published : Jan 14, 2020, 9:32 AM IST

Etv Bharat, Gujarati News, Chhapaak Film, Deepika Padukon News
છપાકે બોક્સ ઓફિસ પર ઝમાવ્યો રંગ

આ ફિલ્મે પોતાના ઓપનિંગ ડે પર સામાન્ય શરૂઆત કરતા 4.77 કરોડની કમાણી કરી હતી. એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પર આધારિત આ ફિલ્મની સ્ટોરી લાઇનની પ્રશંસા દર્શકોની સાથે-સાથે ક્રિટિક્સે પણ કરી છે.

હાલમાં જ ફિલ્મને બે રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. ટેક્સ ફ્રી કરનારા રાજ્યોમાં રાજસ્થાનનું નામ પણ સામેલ છે, પરંતુ તેની વચ્ચે ફિલ્મને લઇને થઇ રહેલી રાજનીતીએ ફિલ્મમાં રોલ કરી રહેલી રિયલ લાઇફ એસિડ સર્વાઇવર કુંતી સોનીને દુઃખી કરી હતી.

દીપિકાની છપાકમાં મહત્વની ભૂમિકા નિભાવનારી રિયલ લાઇફ એસિડ અટેક સર્વાઇવર કુંતી સોનીનું કહેવું છે કે, આવી ફિલ્મો જીવનને ફરીથી જીવવાની પ્રેરણા આપે છે. તેમણે એમ પણ કહ્યું કે, લોકોએ આવી ફિલ્મોમાં રાજનીતી ન કરવી જોઇએ.

હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં સોનીએ કહ્યું કે, 'લોકો ફિલ્મ જોયા વગર જ પોતાના વિચારો કહી રહ્યા છે. આ એસિડ અટેક પીડિતાનું દુઃખ સમજતા નથી. એસિડ હુમલામાં પોતાની ઓળખ ખોઇ બેઠેલી દિકરીઓને આ ફિલ્મ ફરીથી જીવવાની પ્રેરણા આપે છે.'

ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝ, દીપિકા પાદુકોણની કેઇ પ્રોડક્શન્સ, મેઘના ગુલઝાર અને ગોવિંદ સંધૂની મૃગ ફિલ્મસ દ્વારા સહ નિર્મિત ફિલ્મ અતિકા ચૌહાન અને મેઘના ગુલઝારે લખી છે. આ ફિલ્મ દેશભરમાં 10 જાન્યુઆરી, 2020ના દિવસે રિલીઝ થઇ હતી.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.