બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ઈતિહાસની સાથે ન્યાય કર્યો નથી. તેમણે બિહારની રાજધાની પટનામાં મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, તે ચંદ્રગુપ્ત મૌર્ય પર ફિલ્મ બનાવવા માંગે છે.
મણિકર્ણિકા ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈની ભુમિકા ભજવનાર કંગનાને જ્યારે પુછવામાં આવ્યું કે, બિહારના કોઈપણ ઔતિહાસિક વ્યક્તિ પર ફિલ્મ બનાવવા માંગે છે. આ જવાબમાં કંગનાએ કહ્યું કે, હું ચંદ્રગુપ્ત મૌર્ય પર ફિલ્મ બનાવવા માંગે છે.
અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા'એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. હાલમાં બૉલિવૂડમાં ઔતિહાસિક ફિલ્મોમાં પૂર આવ્યું છે. હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ તાનાજી તેમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કંગના આગામી ફિલ્મ 'પંગા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેત્રી બિહારની રાજધાની પટનામાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેણે જણાવ્યું કે, તેમણે મુંબઈમાં મણિકર્ણિકા નામનું એક પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે. જેમાં તે તેમની પ્રથમ ફિલ્મ અયોધ્યા બનાવી રહી છે.
બુધવારના રોજ કંગનાએ તેમના પોતાના પ્રોડક્શન હાઉસ 'મણિકર્ણિકા' ફિલ્મની શરુઆત કરી હતી. જેનો ફોટો તેમની બહેન રંગોળી ચંદેલે શેર કર્યો હતો. આ ફોટોમાં કંગના તેમના ભાઈ અક્ષતની સાથે પૂજા કરતી જોવા મળી રહી હતી. અભિનેત્રીની આગામી ફિલ્મ 'પંગા' વિશે કહ્યું કે, આ પારિવારિક ફિલ્મ છે. જો કે, ફિલ્મ પંગા 24 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.