બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે. 15 મે 1967ના રોજ મુંબઇમાં તેનો જન્મ થયો હતો. તેણે વર્ષ 1984માં 'અબોધ' નામની ફિલ્મ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે 'રામલખન', 'દિલ', 'હમ ,આપકે હે કોન'..,'દિલ તો પાગલ હે ' અને 'દેવદાસ' જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યુ હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ફિલ્મી જગતમાં માધુરીએ એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. માધુરી અભિનયની સાથે નૃત્યમાં પણ કૌશલ્ય ધરાવે છે. તેણે પોતાના ડાન્સ દ્વારા એક ઓળખ અલગ ઉભી કરી છે. આજે પણ તેના ગીતોની તાલે લોકો ઝૂમી ઉઠે છે. ફિલ્મોમાં ઉત્તમ અભિનય આપવાના કારણે ટૂંક સમયમાં જ માધુરી દિગ્દર્શકોની જાણીતી બની ગઇ હતી. માધુરી એકમાત્ર અભિનેત્રી છે જેણે બે પેઢીઓ સાથે કામ કર્યુ છે. વિનોદ ખન્ના સાથે દયાવાન ફિલ્મમાં કામ કર્યા બાદ તેણે વિનોદ ખન્નાના દિકરા અક્ષય ખન્ના સાથે પણ કામ કર્યુ હતું.
- View this post on Instagram
Find yourself a dream that is worth more than your sleep! #MondayMotivation
">
1988માં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની ફિલ્મ તેજાબ દર્શકોને ટિકીટ બારી સુધી ખેંચી લાવવામાં સફળ નીવડી હતી. માધુરીની સુપરહીટ થનારી આ ફિલ્મ 50 અઠવાડિયા સુધી ચાલી હતી. જેને આજે પણ લોકો એટલી જ પસંદ કરે છે. આ ફિલ્મના એક..દો...તીન ગીત દ્વારા માધુરીએ મોહીની બની કરોડો લોકોની ચાહના મેળવી હતી. ગીતમાં શ્રેષ્ઠ ડાન્સ કરવા બદલ માધુરીને પહેલું ફિલ્મફેયર નોમિનેશન અપાયું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
1994માં 'હમ આપકે હે કોન' ફિલ્મમાં માધુરીનું પાત્ર આજે પણ લોકોને યાદ છે. મળતી માહિતી પ્રમાણે, આ ફિલ્મ માટે માધુરીએ 2,75,35,729 ફી વસૂલી હતી જે સલમાનની સરખામણીએ અનેક ગણી વધારે હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
માધુરીએ વર્ષ 1999માં લોસ એન્જલિસના એક સર્જન ડૉ.શ્રીરામ માધવ નેન સાથે લગ્ન કર્યા હતા.તેમને બે દિકરા છે અરીન અને રયાન.થોડા દિવસ પહેલા જ માધુરીએ કરણ જોહર દ્વારા નિર્મિત અને અભિષેકના દિગ્દર્શક હેઠળની કલંક ફિલ્મમાં જોવા મળી હતી.જેમાં તે બે દાયકા બાદ સંજય દત્ત સાથે જોડીમાં જમાવતી જોવા મળે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">