- બોલિવુડ અભિનેતા સંજય કપૂરની પૂત્રી શનાયા કપૂર (Shanaya Kapoor)એ શેર કર્યો વીડિયો
- શનાયા કપૂરે (Shanaya Kapoor) ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરેલા વીડિયોમાં તે વેનિટી વાન (Vanity Van)માં તૈયાર થઈ રહી છે
- કરણ જોહર (Karan Johar) ટૂંક જ સમયમાં શનાયા કપૂર (Shanaya Kapoor)ને કરશે લોન્ચ
અમદાવાદઃ બોલિવુડ અભિનેતા સંજય કપૂરની પૂત્રી શનાયા કપૂર (Shanaya Kapoor) ટૂંક જ સમયમાં ફિલ્મોમાં જોવા મળશે. કરણ જોહર (Karan Johar) પોતાના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શનના (Dharma Production) બેનર હેઠળ ટૂંક જ સમયમાં શનાયા કપૂરને (Shanaya Kapoor) લોન્ચ કરશે. આ સાથે જ શનાયા કપૂરે અત્યારે પોતાના નવા નવા લુક અને ફોટોઝના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વાર શનાયાએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે વેનિટી વાનમાં તૈયાર થઈ રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો- 'મન કી આવાઝ પ્રતિજ્ઞા' સિરીયલમાં ઠાકુર સજ્જન સિંહનું પાત્ર ભજવનારા અભિનેતા અનુપમ શ્યામનું નિધન
શનાયાનો વીડિયો લોકોને ઘણો પસંદ આવ્યો
આ વીડિયોની સાથે જ શનાયાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ઈફ ઓનલી વી કુડ ગેટ રેડી ધીઝ ફાસ્ટ. જોકે, શનાયાનો આ વીડિયો તેના ફેન્સને ઘણો પસંદ પડી રહ્યો છે.
આ પણ વાંચો- સની લિયોનનો Sheroનો ફર્સ્ટ લુક આવ્યો સામે, સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ તસવીર
શનાયાની ડેબ્યુ ફિલ્મ પર સૌની નજર
કરણ જોહર (Karan Johar) શનાયા કપૂરને (Shanaya Kapoor) બોલિવુડમાં લોન્ચ કરશે. આ વાતની જાહેરાત કરણ જોહરે પોતે કરી હતી. આ ઉપરાંત શનાયા જ્હાન્વી કપૂરની ફિલ્મ 'ગુંજન સક્સેના'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ રહી ચૂકી છે. જોકે, હવે તમામ લોકોની નજર શનાયા કપૂર (Shanaya Kapoor)ની ડેબ્યુ ફિલ્મ પર છે.