- બોલિવુડ અભિનેતા આયુષ્માન ખુરાના (Bollywood actor Ayushman Khurana) ભોપાલ પહોંચ્યો
- ભોપાલમાં એક મહિના સુધી ડોક્ટર જી (Doctor G) ફિલ્મનું કરશે શૂટિંગ
- ફિલ્મમાં રકુલપ્રીત સિંહ (Rakulpreet Singh) અને શેફાલી શાહ (Shefali Shah) પણ જોવા મળશે
ન્યૂઝ ડેસ્કઃ બોલિવુડમાં પોતાની અલગ છાપ ઉભી કરનારા અભિનેતા આયુષ્માન ખુરાના હંમેશા પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે હવે આયુષ્માને પોતાની આગામી ફિલ્મ 'ડોક્ટર જી'નું (Doctor G) શૂટિંગ શરૂ કરી દીધું છે. શૂટિંગ માટે આયુષ્માન ભોપાલ પહોંચ્યો છે. જોકે, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા આયુષ્માને હાલમાં જ એરપોર્ટ પરથી એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં આયુષ્માન વ્હાઈટ ટી-શર્ટની સાથે બ્લેક ટોપી અને માસ્ક સાથે જોવા મળી રહ્યો છે. જોકે, આયુષ્માનના આ વીડિયો પર તેના ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. આયુષ્માને આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, અમે ક્યાં જઈ રહ્યા છીએ?
આ પણ વાંચો- અભિનેત્રી અંકિતા લોખંડેએ Pavitra Rishta 2.0નું શૂટિંગ કર્યું શરૂ, ફેન્સે સુશાંતસિંહ રાજપૂતને કર્યા યાદ
ડોક્ટર જી (Doctor G) ફિલ્મનું નિર્દેશન અનુભૂતિ કશ્યપ કરશે
આ અંગે જાણવા મળી રહ્યું છે કે, ભોપાલમાં આયુષ્માન એક મહિનાથી વધારે 'ડોક્ટર જી' (Doctor G) ફિલ્મનું શૂટિંગ કરશે. ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી રકુલપ્રીત સિંહ (Rakulpreet Singh) અને શેફાલી શાહ (Shefali Shah) પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અનુભૂતિ કશ્યપ (Anubhuti Kashyap) કરી રહી છે. જ્યારે જંગલી પિક્ચર્સ (Junglee Pictures) આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે, જેણે આ પહેલા તલવાર, બરેલી કી બર્ફી, રાઝી, બધાઈ હો અને જંગલી જેવી સુપરહિટ ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.
આ પણ વાંચો- Exclusive: ગીતા રબારીએ સંજય દત્ત સાથેની તસવીરો કરી શેર, ભૂજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં ગાયું ગીત
ટૂંક સમયમાં આયુષ્માનની ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી' થશે રિલીઝ
અભિનેતા આયુષ્માન આ પહેલા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'ગુલાબો સિતાબો'માં જોવા મળ્યો હતો. હવે ટૂંક જ સમયમાં અભિષેક કપૂરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી' રિલીઝ થશે. આ ઉપરાંત આયુષ્માને અનુભવ સિન્હાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'અનેક'નું શૂટિંગ પણ પૂર્ણ કર્યું છે.