- બોલિવુડની ટોપ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ (Actress Jacqueline Fernandez)નો આજે 36મો જન્મદિવસ
- જેકલિને ટૂંક જ સમયમાં બોલિવુડમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી
- જેકલિને વર્ષ 2006માં મિસ શ્રીલંકા યુનિવર્સનો ખિતાબ (The title of Miss Sri Lanka Universe) મેળવ્યો હતો
અમદાવાદઃ બોલિવુડની ટોપ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez)નો આજે 36મો જન્મદિવસ છે. ત્યારે બોલિવુડ સહિત તેના ફેન્સ જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે. જેકલિનનો જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ થયો હતો. જેકલિને શ્રીલંકાથી બોલિવુડમાં કામ કરવા ભારત આવી હતી. તેણે પોતાના અભિનયથી બોલિવુડમાં એક અલગ જ ઓળખ ઉભી કરી છે. જેકલિને અત્યાર સુધીમાં સૌથી સારી સારી ફિલ્મોમાં કામ કરીને તેના ફેન્સનું દિલ જીતી લીધું છે.

આ પણ વાંચો- Happy Birthday સુનિલ શેટ્ટી
જેકલિન શ્રીલંકામાં ટીવી પત્રકાર પણ રહી ચૂકી છે
જેકલિને વર્ષ 2006માં મિસ શ્રીલંકા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી જ તેણે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું હતું. જોકે, બોલિવુડમાં પણ પોતાની જગ્યા બનાવવી જેકલિન માટે સરળ નહતું. જેકલિને વર્ષ 2009માં બોલિવુડમાં એન્ટ્રી કરી હતી, પરંતુ તેણે બોલિવુડમાં જગ્યા બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જેકલિન નાનપણથી જ અભિનેત્રી બનવા માગતી હતી. એટલે જ તેણે ફિલ્મોમાં રસ હોવાના કારણે જોન સ્કૂલ ઓફ એક્ટિંગમાં એડમિશન લીધું હતું. જેકલિન શ્રીલંકામાં ટીવી પત્રકાર પણ રહી ચૂકી છે. ત્યારબાદ તેણે મોડલિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ મોડલિંગના કારણે જેકલિને ભારત આવવું પડ્યું હતું અને વર્ષ 2009માં તેને નિર્દેશક સુજોય ઘોષની ફિલ્મ અલાદિન માટે ઓડિશન આપ્યું હતું.

આ પણ વાંચો- સાઉદી અરેબિયાના સુપરસ્ટાર સાથે ઉર્વશી રૌતેલાની પુલ તસવીરો થઈ વાયરલ
જેકલિને વર્ષ 2009માં અલાદિન ફિલ્મથી બોલિવુડમાં કરી એન્ટ્રી
અલાદીન ફિલ્મમાં જેકલિનની સાથે અભિનેતા રિતેશ દેશમુખ હતા. આ સાથે જ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હતા. જોકે, તે ફિલ્મ સુપરહિટ નહતી. ત્યારબાદ જેકલિન 'મર્ડર 2'માં જોવા મળી હતી, જે ખૂબ જ હિટ રહી હતી. ત્યારબાદ જેકલિને હાઉસફૂલ 2, રેસ 3 જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત જેકલિને સલમાન ખાન સાથે વર્ષ 2014માં આવેલી ફિલ્મ કિકમાં પણ કામ કર્યું હતું.