મુંબઇ: અભિનેત્રી ભૂમિ પેડનેકરે કોરોના વાઈરસને કારણે લાદેલા લોકડાઉન વચ્ચે પોતાની માતા સુમિત્રા પેડનેકર પાસેથી હાઈડ્રોપોનિક્સ ફાર્મિંગ શીખવાનો નિર્ણય કર્યો છે. આ અંગે અભિનેત્રીએ કહ્યું, 'મારી માતા અને હું હંમેશાં અમારું પોતાનું એક હાઈડ્રોપોનિક્સ ગાર્ડન રાખવા માંગીએ છીએ, જ્યાં આપણે શાકભાજી ઉગાડી શકીએ અને સંપૂર્ણ સ્થિર જીવનશૈલી અપનાવી શકીએ. અમે ઇચ્છ્યું હતું કે, ટકાઉ જીવનશૈલી માટે ઘરનું બગીચો હોવો જોઈએ, જેમાં મનપસંદ શાકભાજીને વાવી શકાય.'
બાગાયત ખેતીને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. જેમાં પરંપરાગત રીતે જમીનનો ઉપયોગ કર્યા વિના ખનીજ સમૃદ્ધ જળ ઉન્નત તકનીકનો ઉપયોગ કરીને વાવેતર સામેલ છે.
ઓનનલાઇન અને ઓનફલાઇન પહેલ પાછળ 'ક્લાયમેટ વોરિયર' ભૂમિનો વિચાર છે, જેના દ્વારા તે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરશે. ભારતના નાગરિકો આબોહવાને બચાવવા કેવી રીતે ફાળો આપી શકે છે. તેને સમજાવવાનો એક પ્રયત્ન કરશે. ભૂમિ કહે છે કે, તેણે લોકડાઉન દરમિયાન પ્રકૃતિની નજીક રહેવાનો અદ્ભૂત અનુભવ મળ્યો છે.