- બોલિવુડ સિંગર બાદશાહ અને સહદેવ દિરદોનું ગીત રિલીઝ
- સહદેવનું 'બચપન કા પ્યાર' ગીત થયું રિલીઝ
- સહદેવનું ગીત સોશિયલ મીડિયા પર વાઈરલ થતા બાદશાહે બનાવ્યું ગીત
અમદાવાદઃ બોલિવુડ સિંગર બાદશાહ અને સહદેવ દિરદોનું 'બચપન કા પ્યાર' ગીત રિલીઝ થઈ ગયું છે. બાદશાહે સોશિયલ મડિયા પર એક મ્યૂઝિક વીડિયો તેના ફેન્સ સાથે શેર કર્યો છે. આ કેપ્શનમાં બાદશાહે લખ્યું હતું કે, 'બચપન કા પ્યાર' ગાના, છેવટે આવી જ ગયું. 10 વર્ષના સહદેવ દિરદોના ગીત પર રેપર બાદશાહે ખૂબ જ નવા અંદાજમાં આ ગીત બનાવ્યું છે. જોકે, આ મ્યૂઝિક વીડિયોમાં સહદેવ-બાદશાહ સિવાય સિંગર આસ્થા ગિલ અને રિકો પણ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: જાણો, 'બચપન કા પ્યાર' ગીત સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો...
સહદેવના ગીત પર મોટા મોટા કલાકારોએ પણ વીડિયો ક્લિપ બનાવી હતી
છત્તીસગઢના સુકમા જિલ્લાના રહેવાસી સહદેવે ગાયેલું આ ગીત 'બચપન કા પ્યાર' સોશિયલ મીડિયા પર ઘણું જ વાઈરલ થયું હતું. આ ગીત પર અનેક મોટા મોટા કલાકારોએ પણ પોતાની વીડિયો ક્લિપ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. તો બાદશાહે પણ સહદેવથી પ્રભાવિત થઈ તેની સાથે 'બચપન કા પ્યાર' ગીત બનાવ્યું છે. આ ગીતમાં બાળપણના પ્રેમથી લઈ મોટા થવા સુધીની લવ સ્ટોરીને બતાવવામાં આવી છે. જ્યારે આ ગીતમાં સહદેવ બાદશાહ સાથે પરફોર્મ કરી રહ્યો છે.