જોધપુરઃ સૂર્યનગરી જોધપુરના યુવરાજ સિંઘ કે જે બાબા જેકસનના નામથી પણ પ્રખ્યાત છે. તેમણે લોકડાઉનમાં ઑનલાઇન શોપિંગ એપ્લિકેશન દ્વારા આયોજિત ઈન્ટરનેટ નંબર વન સ્પર્ધામાં જીત મેળવી છે. શોના હોસ્ટ બોલિવૂડ એક્ટર વરૂણ ધવને બાબા જેક્સનના નામની ઘોષણા કરી હતી. આ સાથે યુવરાજે એક કરોડ રૂપિયાનું ઇનામ પણ જીત્યું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સોમવારે અભિનેતા વરૂણ ધવને યુવરાજનું નામ જાહેર કર્યું હતું. જોધપુરના ડાન્સર યુવરાજ માઇકલ જેક્સન ડાન્સ સ્ટેપ અને ડાન્સિંગ સ્ટાઇલને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેના ડાન્સિંગ સ્ટેપને જોઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા કલાકારોએ પણ પ્રશંસા કરી હતી. ટાઇગર શ્રોફ સાથે તેને ડાન્સ કરવાની તક પણ મળી હતી. આ શો 13 એપ્રિલના રોજ શરૂ થયો હતો. યુવરાજ 8 અઠવાડિયા સુધી ટોપ પર હતો. તે હજુ દિલ્હીમાં છે.