મુંબઈઃ સોશ્યિલ સેંસેશન યુવરાજસિંહ ઉર્ફે બાબા જેક્શન તેના ડાન્સ મુવ્સના કારણે હંમેશા છવાયેલા રહે છે. લાખો લોકો તેમના ડાન્સને પસંદ કરે છે. આ જ કારણ છે કે, બોલીવૂડના ડાન્સીંગ સ્ટાર ઋતિક રોશન પણ તેમની પ્રશંસા કરી ચૂક્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
બાબા જેક્શનનો નવો એક વીડિયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ રેપર બાદશાહના નવા ગીત 'ગેંદા ફુલ' પર ડાન્સ કરી રહ્યા છે. બાબાએ આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ ઉપરાંત ખુદ બાદશાહે પણ બાબાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમણે વીડિયોના કેપ્શનાં લખ્યુ છે કે, 'બાબા જેક્શન આગ લગાતે હુએ'
આ વીડિયોને થોડા જ સમયમાં બે લાખથી વધારે વ્યુ મળ્યા હતાં. ફેન્સે વીડિયોને ખુબ પસંદ કરી પ્રતિક્રિયાઓ આપી છે.