- ઇરફાન ખાનના પુત્ર બાબીલને અનુષ્કા શર્મા કરશે લોન્ચ
- કલા નામની ફિલ્મમાં લોન્ચ કરશે
- નેટફ્લીક્સ અને ક્લીન સ્લેટ ફિલ્મ્સ હેઠળ નિર્માણ
મુંબઇ: સ્ટ્રીમિંગ જાયન્ટ નેટફ્લિક્સે શનિવારે તૃપ્તિ ડિમરી અને ઇરફાન ખાનના પુત્ર બાબીલને લઇને એક ફીચર ફિલ્મ કલાની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અન્વિતા દત્તનું છે, જેમણે વિવેચકો દ્વારા વખણાયેલી ફીચર બુલબુલનું નિર્દેશન કર્યું હતું, તેને 2020માં નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'માતાનો પ્રેમ ઝંખતી એક પુત્રીની કથા'
અન્વિતા દત્તએ જણાવ્યું હતું કે તે આવા કલાકારો સાથે કામ કરવા અંગે ઉત્સાહિત છે. તૃપ્તિ , બાબિલ અને સ્વસ્તિક સાથેની આ ફિલ્મ દ્વારા દુનિયાને નવી પ્રતિભાનો પરિચય થશે. ક્લીન સ્લેટ ફિલ્મઝ અને નેટફ્લિક્સ સાથે કામ કરવામાં હંમેશા આનંદ થાય છે કારણ કે તેઓ બુલબુલ, અને કલા જેવી વાર્તાઓ લાવી કંઇક નવું આપે છે.