મુંબઇ: અભિનેત્રી-નિર્માતા અનુષ્કા શર્માએ 2008 માં 'રબ ને બના દી જોડી'થી કોઈ પણ સપોર્ટ વગર બોલીવુડમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી.
તેણે કહ્યું કે તે આ મામલે સ્પષ્ટ હતી કે તેણીના સાહસો દ્વારા વાસ્તવિક ટેલેન્ટને પાછી લાવશે.
અનુષ્કાએ કહ્યું, 'મેં બોલીવુડમાં ખૂબ જ રસપ્રદ પ્રવાસ કર્યો છે. મેં મારી પ્રોડક્શન કંપનીમાં મારા કર્નેશ (મારો ભાઈ) સાથેના મારા અનુભવોથી શીખવાનો પ્રયાસ કર્યો છે. મે મારી પ્રથમ ફિલ્મથી સખત મહેનત કરી હતી અને હું દેશના શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતાઓ અને લેખકો સાથે જોડાવાની ઇચ્છા રાખું છું.
તેમણે આગળ કહ્યું, 'જ્યારે હું 25 વર્ષની ઉંમરે નિર્માતા બની ત્યારે મને સ્પષ્ટ હતું કે, હું ટેલેન્ટેડ લોકોને પાછા લાવીશ, જેમણે તેમની પ્રતિભાના બળ પર તેમની ઓળખ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે, અને તેમ છતા પણ તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવાની કોશિશ કરી રહ્યા છે.
અનુષ્કા અને કર્નેશે 'એનએચ 10', 'પરી', 'ફીલૌરી', 'પાતાલ લોક' અને તાજેતરના 'બુલબુલ' જેવા લોકપ્રીય પ્રોજેક્ટ્સ કર્યા છે.