મુંબઇ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે ફરી એકવાર ફની વીડિયો શેર કર્યો હતો. તેમણે ચાહકો માટે " વ્હેન બિટ્ટુ મીટ્સ અનુપમ "નો નવો એપિસોડ લઇને આવ્યા છે. આ ફની વીડિયોથી તે લોકડાઉનમાં પોતાના ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે.
આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે, "મિત્રો, આ વીડિયોમાં શિમલાના બિટ્ટુએ અનુપમની મજાક ઉડાવી,જ્યારે તેણે કહ્યું કે આજે તે એક સફળ વ્યક્તિ છે. ત્યારે મારા વ્યક્તિએ જબરદસ્ત જવાબ આપ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વીડિયોમાં અનુપમ 'બિટ્ટુ' અને 'અનુપમ' બંનેનો પાત્ર ભજવી રહ્યા છે. અનુપમ કહી રહ્યા છે કે, "ઓહ ગોડ ફરીથી નહીં .. તમારી સમસ્યા શું છે યાર",તેના પર બિટ્ટુ કહે છે, "કેમ ભાઈ મેં શું કર્યું છે", તો અનુપમ કહે છે,"તમારો મતલબ શું છે, હું જ્યાં જઉ છું ત્યાં જ આવી જાઓ છો", બિટ્ટુ: "હું નાનપણથી તમારી સાથે છું, હું તમારી સાથે જ મોટો થયો છું, હું તમારી સાથે રહીશ"
અનુપમ: "હા, હવે હું હવે અલગ માણસ છું, હવે હું શિમલાનો બિટ્ટુ નથી રહ્યો", બિટ્ટુ: "તો હું પણ એક અલગ વ્યક્તિ બની ગયો છું", અનુપમ: "ના, તમે જુદા નથી, હું વધારે સફળ છું."
આગળની વાતચીતમાં, બિટ્ટુએ ધીરે ધીરે કહે છે કે, "તમે મને જણાવો કે તમે કેવી રીતે અલગ સફળ વ્યક્તિ છો",અનુપમ: "મતલબ કે મેં છેલ્લા 35 વર્ષમાં 515 ફિલ્મો કરી છે, મેં અંગ્રેજી ફિલ્મો કરી છે, હું હમણાં જ અમેરિકાથી પાછો ફર્યો છું", જેના પર બિટ્ટુ હસે છે: "હું એક મહિનાથી તમે ઘરમાં પાયજામા પહેરીને ફરી રહ્યા છો. અને કહો છો કે તેમે એક સફળ વ્યક્તિ છો, અત્યારે કોઈ સફળ વ્યક્તિ નથી, દરેક એક સરખા છે. "
આ વીડિયોને અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પર 54 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. તો તેમના ચાહકોને આ વીડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.