ETV Bharat / sitara

Film radhe shyam New Release Date: ફિલ્મ 'રાધે શ્યામ' આ તારીખે મચાવશે ધુમ, જાણો ફિલ્મ 'રાધે શ્યામ'ની નવી રિલીઝ ડેટ વિશે - ફિલ્મ 'પાન ઈન્ડિયા

ફિલ્મ 'રાધે શ્યામ'ની (Film radhe shyam) આતુરતાથી રાહ જોઈ રહેલા પ્રભાસના ચાહકો માટે એક સારા સમાચાર છે. નિર્માતાઓ દ્વારા આજે બુધવારના ફિલ્મની નવી રિલીઝ ડેટ (Film radhe shyam New Release Date) જાહેર કરવામાં આવી છે. જાણો ફિલ્ની નવી રિલીઝ ડેટ વિશે..

Film radhe shyam New Release Date: ફિલ્મ 'રાધે શ્યામ' આ તારીખે મચાવશે ધુમ, જાણો ફિલ્મ 'રાધે શ્યામ'ની નવી રિલીઝ ડેટ વિશે

author img

By

Published : Feb 2, 2022, 12:37 PM IST

ન્યૂઝ ડેસ્ક: સુપરસ્ટાર પ્રભાસ અને બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડેની આગામી ફિલ્મ 'રાધે શ્યામ'ને (Film radhe shyam) લઈને જબરદસ્ત ચર્ચા છે. આ ફિલ્મ 14 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાના પ્રકોપને લીધે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા પ્રભાસના ફેન્સ માટે એક સારા સમાચાર છે. નિર્માતાઓ દ્વારા આજે ફિલ્મની નવી રિલીઝ ડેટ (Film radhe shyam New Release Date) જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: સલમાન ખાને બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં તેના સિંગલ હોવાને લઇને કર્યો ખુલાસો

જાણો રાધે શ્યામ ક્યારે થશે રિલીઝ

'રાધે શ્યામ' ફિલ્મ્ દ્વારા એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે, આ ફિલ્મની રિલીઝ ડેટને લઇને લખ્યું છે કે, 'રોમાંચક પ્રેમ કથાની નવી રિલીઝ તારીખ છે! 11 માર્ચે સિનેમાઘરોમાં રાધે શ્યામ! તેની સાથે હેશટેગ #RadheShyamOnMarch11 લખ્યું છે, જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, ત્યારથી દર્શકોમાં તેને થિયેટરમાં જોવાની ઉત્સુકતા વધી ગઈ છે.

'રાધે શ્યામ'માં પૂજા અને પ્રભાસ પહેલીવાર સ્ક્રીન પર સાથે

'રાધે શ્યામ'માં પૂજા અને પ્રભાસ પહેલીવાર સ્ક્રીન પર સાથે રોમાન્સ કરતા જોવા મળશે. ફિલ્મમાં, પ્રભાસ એક સ્ટીરિયસ લવર બોય વિક્રમ આદિત્યના રોલમાં છે, જે લોકોનું ભવિષ્ય તેના હાથ જોઈને વાંચે છે અને જ્યારે તે પ્રેરણા એટલે કે પૂજાને મળે છે ત્યારથી તે તેને પ્રેમ કરવા લાગે છે.

આ પણ વાંચો: Shamita Shetty birthday: શમિતા શેટ્ટીના બર્થડે પર રાકેશ બાપટ અને શિલ્પા શેટ્ટીએ શેર કરી તસવીર

ફિલ્મ 'રાધે શ્યામ' યુરોપમાં થયેલી એપિક લવ સ્ટોરી માનવામાં આવે છે

જણાવીએ કે, ફિલ્મ 'રાધે શ્યામ' યુરોપમાં થયેલી એપિક લવ સ્ટોરી માનવામાં આવે છે. ફિલ્મ 'પાન ઈન્ડિયા'માં (Pan India Films) પ્રભાસ અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત સચિન ખેડેકર, પ્રિયદર્શી, મુરલી શર્મા, સાશા છેત્રી, કુણાલ રોય કપૂર સહિત અન્ય ઘણા કલાકારોનો સમાવેશ છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વંશી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.