- જોલીએ 'Eternals' થેનાનો અનુભવ શેર કર્યો
- 'Eternals' 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ
- થેના દૃઢ નિશ્ચયી અને શક્તિશાળી મહિલા છે
ડેસ્ક ન્યુઝઃ હોલિવૂડ સ્ટાર એન્જેલીના જોલી(Angelina Jolie) આગામી માર્વેલ સિનેમેટિક યુનિવર્સ (MCU) ફિલ્મ ‘Eternals’(ઇટર્નલ)માં સુપરહીરો થીનાની ભૂમિકા ભજવી રહી છે. તેના પાત્ર વિશે વાત કરતા, તેણે શેર કર્યું કે તેનું પાત્ર આટલું રસપ્રદ કેમ છે.
એન્જેલિનાએ કહ્યું.....
એન્જેલિનાએ કહ્યું કે, હું ઘણા કારણોસર આ ફિલ્મ પ્રત્યે આકર્ષિત થઈ હતી. હું MCUની ચાહક છું. હું ડિરેક્ટર ક્લો ઝાઓનો પણ મોટી પ્રશંસક છું. જ્યારે પહેલીવાર મારી સાથે વાર્તા વિશે વાત કરી ત્યારે હું મારી જાતને ફિલ્મ માટે 'હા' કહેતા રોકી શકી ન હતી. મારા મનમાં હતું કે આ (ઇટર્નલ) કુટુંબ કેવું હશે. ફક્ત આ પરિવારનો ભાગ બનવા માંગુ છું. તેણે કહ્યું, હું જાણતી હતી કે હું કોનું પાત્ર ભજવવાની છું,
'Eternals'માં સુપર સ્ટાર ફનકારો
'Eternals' 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. માર્વેલ 'એટર્નલ્સ'માં કુમેલ નાનજિયાની, સલમા હાયેક, કિટ હેરિંગ્ટન, રિચાર્ડ મેઇડન, બ્રાયન ટાયરી હેનરી, જેમ્મા ચાન અને બેરી કેઓગન પણ છે.
થેના દૃઢ નિશ્ચયી અને શક્તિશાળી મહિલા છે
આ ઉપરાંત જોલીએ કહ્યું કે તેમના જીવનમાંથી કંઈક લાવવા માટે ઘણા બધા સ્ટાર્સને કાસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ કંઈક એવું બતાવવા માટે કે જે આપણી અંદર છે, કંઈક જેના વિશે આપણે કદાચ જાણતા પણ ન હોય. તેને બહાર કાઢીને જીવવા દેવાની હતી. અને ધીમે ધીમે તેને ફિલ્મમાં વધવા દેવી પડી.
અભિનેત્રીએ શેર કર્યું કે થેના વિશે વાત કરવી મુશ્કેલ છે. તે દૃઢ નિશ્ચયી અને શક્તિશાળી મહિલા છે પરંતુ તે પોતાની નબળાઈને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ અમેરિકન અભિનેતા કોલ સ્પ્રોઉસે તેમના પર લાગેલા જાતીય સતામણીના આરોપ નકાર્યા
આ પણ વાંચોઃ શું તમને સંભોગ કરવાની ઈચ્છા નથી થતી ? જાણો શા માટે..