મુંબઈ: બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચનને તેમની 'સફળતાની વાર્તા' સરળ નથી લાગતી. કંઈક છે કે,જે તે હજી પણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શરૂઆતના તેમની સંધર્ષની કહાની, સુપરસ્ટાર્ડમ સુધીનો સફર, બોલિવૂડમાં તેમની યાત્રાની કહાની કોઇ બાયોપિક મટેરિયલથી ઓછી નથી.
અમિતાભે તેની ફિલ્મ 'ગુલાબો સીતાબો'ની રજૂઆત પહેલા કહ્યું હતું કે,' મારી સફળતાની વાર્તા ખોટી રીતે વ્યક્ત કરવામાં આવી છે. તે કઈ રીતે સરળ છેે તે મેન નથી સમજાતું. "
બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરનાએ પણ દિગ્ગજ અભિનેતા સાથે ફિલ્મમાં કામ કર્યું છે.આયુષ્માન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કરતાં તેમણે કહ્યું, "ખૂબ જ કુશળ, સક્ષમ અને ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર સાથે કામ કરવાનો અનુભવ થયો છે."શરૂઆતમાં ઓફબીટ રોલ ભજવતાં, આયુષ્માને બોલિવૂડમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.
77 વર્ષીય અભિનેતાએ કહ્યું, "અભિનેતાઓની યુવા જાતિ શ્રેષ્ઠ છે. માફ કરશો, મને ખરેખર 'જાતિ' શબ્દ ગમતો નથી. યુવા પેઢી અથવા અભિનેતાઓની વર્તમાન પેઢી પ્રભાવશાળી છે. તેઓ પાસે ધણુ શીખી શકીએ છીએ."
" ગુલાબો સિતાબો " ફિલ્મનું પ્રીમિયર 12 જૂને એમેઝોન પ્રાઇમ વીડિયો પર થશે.