હૈદરાબાદ: કોરોનાની બીજી લહેરમાં આખા પરિવાર સાથે કોરોના પોઝિટિવ બનેલા અમિતાભ બચ્ચનના (Corona Entry Big B House) ઘરે ફરી એકવાર જીવલેણ કોરોના વાયરસે દસ્તક આપી છે. મળતી માહિતી મુજબ બિગ બીના ઘરે સ્ટાફનો એક સભ્ય (member of staff at Big B's house Corona positive) કોરોના પોઝિટિવ મળ્યો છે. બિગ બીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.
બિગ બીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું
બિગ બીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'ઘરમાં ફરી એકવાર કોરોના વાયરસની પરિસ્થિતિ સામે લડી રહ્યા છીએ, અમે તમારી સાથે પછીથી જોડાઈશું. આ પોસ્ટ બાદ બિગ બીના ફેન્સના મનમાં ફરી એકવાર ડર બેસી ગયો છે.
અમિતાભના ઘરના સ્ટાફનો એક સભ્ય કોરોના સંક્રમિત
ચાહકોને ડરી ગયા હતા કે, સુપરસ્ટાર ફરીથી કોરોના સંક્રમિત તો નથી થયા ને, જો કે અમિતાભ બચ્ચને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. અમિતાભ નહીં પરંતુ તેમના ઘરના સ્ટાફનો એક સભ્ય કોરોના સંક્રમિત થયો છે.
બિગ બીના ઘરમાં હાજર તમામ સ્ટાફ મેમ્બરનો કોરોના ટેસ્ટ કરાયા
બિગ બીના ઘરમાં હાજર તમામ સ્ટાફ મેમ્બરનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એક સભ્યને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને આઈસોલેટ કરવામાં આવ્યા છે.
કોરોનાની બીજી લહેરમાં બિગ બી કોરોનાની ઝપેટમાં આવ્યા હતા
ગયા વર્ષે કોરોનાની બીજી લહેરમાં બિગ બી કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તેમના પરિવારમાં પુત્ર અભિષેક અને પુત્રવધૂ ઐશ્વર્યાને પણ કોરોના થયો હતો. અમિતાભ લગભગ 22 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા.
અમિતાભની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'
બિગ બીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'ચેહરે'માં જોવા મળ્યા હતા. અમિતાભની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (Amitabh's next film 'Brahmastra') છે, જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચો:
કોરોના પોઝિટિવ આવ્યા બાદ બીગ બીનો વીડિયો વાઇરલ, ડૉક્ટર્સનો માન્યો આભાર
અમિતાભ બચ્ચેને દિલ્હીના કોવિડ કેર સેન્ટરમાં કર્યું 2 કરોડનું દાન