મુંબઈ: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની એક તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ છે. જેમાં આ કપલ ન્યૂયોર્કમાં જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ તસવીરમાં મલાઇકા અરોરા અને અર્જૂન કપુર પણ જોવા મળ્યા હતા. જેમાં રણબીર અને અર્જુન તેની ગર્લફ્રેન્ડને ગાલ પર કિસ કરતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર આલિયાની આ તસવીર મિત્ર નતાશા પૂનાવાલાએ શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'બર્થ ડે ગર્લ... હેપ્પી હેપ્પી બર્થ ડે'
આ તસવીરની વાત કરીએ તો તે હાલની નથી. પરંતુ ગયા વર્ષ રિષિ કપૂરની ખબર કાઢવા આલિયા અને રણબીર ન્યૂયોર્ક ગયા હતા એ વખતની છે. ન્યૂર્યોકમાં અર્જૂન અને મલાઇકા પણ રિષિ કપૂરને મળવા ગયા હતા.
આલિયાના વર્કફન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આલિયા ડિરેક્ટર સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં પણ કામ કરી રહી છે.