26 વર્ષીય એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગંગૂબાઇનું મોશન પોસ્ટર શેર કર્યું છે. ફિલ્મનું ફર્સ્ટ લુક આજે એટલે કે બુધવારે રિલીઝ થશે.
નાના એવા વીડિયોની શરૂઆત લાલ ચાંદલાની સાથે થાય છે, જે અંતમાં ફિલ્મના ટાઇટલ ગંગૂબાઇ કાઠિયાવાડીને સ્ક્રીન પર રજૂ કરે છે. સંજય લીલા ભંસાલીના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે વિજય રાજ જોવા મળશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પહેલા રાઝી અભિનેત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા ફિલ્મમાં ટાઇટલ રોલ મેળવ્યાની જાણકારી આપી હતી અને લખ્યું હતું કે, 'એક નામ જે તમે સાંભળ્યું જ હશે, એક સ્ટોરી જેનાથી તમે અજાણ્યા છો... #ગંગૂબાઇ કાઠિયાવાડી ખાસ બનવાની છે... #સંજય લીલા ભણસાલી દ્વારા નિર્મિત, 11 સપ્ટેમ્બર 2020માં રિલીઝ થશે. આવનારા પ્રોજેક્ટ માટે ભંસાલી પ્રોડકશન્સે જયંતીલાલ ગડાની પેન ઇન્ડિયા લિમિટેડ સાથે કોલૈબ કર્યું છે.'
હુસૈન જૈદીનું પુસ્તક 'માફિયા ક્વિન ઑફ મુંબઇ' પર આધારિત ફિલ્મની સ્ટોરી ગંગૂબાઇ કોઠેવાલીની આજૂબાજૂ છે. જે એક વૈશ્યાલયની માલકિન હોવાની સાથે ફેમિનિસ્ટ પણ છે. આ ઉપરાંત આલિયા માટે આ વર્ષે કેટલાય નવા પ્રોજેક્ટ રાહ જોઇ રહ્યા છે. 'ગલી બૉય' અભિનેત્રી અત્યારે અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર'ની શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં લેજેન્ડરી અભિનેતા અમિતાભ બચ્ચન અને 'સંજૂ' સ્ટાર રણબીર કપૂર પણ મહત્વના રોલમાં જોવા મળશે. હાઇવે સ્ટાર જલ્દી જ મહેશ ભટ્ટની 'સડક 2'માં પણ જોવા મળશે.