મુંબઈઃ ફોર્બ્સ દ્વારા વાર્ષિક હાઈયેસ્ટ પેડ સેલિબ્રિટીની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં બૉલીવુડના અભિનેતા અક્ષય કુમારનું નામ સામેલ છે. અક્ષય કુમાર બૉલીવુડના એકમાત્ર અભિનેતા છે જેનું નામ આ યાદીમાં છે.
ફોર્બ્સના જણાવ્યા અનુસાર, 'મિશન મંગલ' અભિનેતાએ છેલ્લા 12 મહિનામાં અંદાજે 48.5 મિલિયન અમેરિકન ડોલર ( 366 કરોડ) ની કમાણી કરી છે, જેના કારણે તેનું નામ આ યાદીમાં છે. ફોર્બ્સ યાદીમાં અક્ષય કુમાર 52માં સ્થાન પર છે. ગત વર્ષે પણ તેમનું નામ આ યાદીમાં સામેલ હતું. ફોર્બ્સ હાઈએસ્ટ પેડ સેલિબ્રિટી લિસ્ટ 2019 માં તેમનું સ્થાન 33મું હતું જ્યારે આ વર્ષે તે ઘટીને 53મું થયું છે.
તેમ છતાં બૉલીવુડ ખેલાડીએ હૉલીવુડ સ્ટાર વિલ સ્મિથ,લેડી ગાગા, કૈટી પેરી અને રિહાના આદીને પાછળ છોડ્યા છે.
ગત વર્ષે 52 વર્ષીય સુપરસ્ટારની કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મોમાં 'મિશન મંગલ', 'ગુડ ન્યૂઝ', 'કેસરી' અને 'હાઉસફુલ 4' શામેલ છે. આ તમામ ફિલ્મોએ 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.
કેન વેસ્ટ આ યાદીમાં 170 મિલિયન ડોલર સાથે બીજા સ્થાને છે, આ સાથે જ તે સૌથી વધુ કમાણી કરનાર સંગીતકાર પણ છે. આ સિવાય ડ્વેન જોનસન 11માં નંબર પર છે અને ત્યારબાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પણ આ યાદીમાં છે.