બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર તેમની અપકમિંગ ફિલ્મ 'હાઉસફુલ 4'ના પ્રચાર માટે ટ્રેનથી મુંબઈ થી દિલ્લીની યાત્રા કરી હતી. ત્યારે આજે કોટા રેલ્વે સ્ટેશન પર પહોચ્યાં હતા. અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ હાઉસફુલ 4ના નિર્માતાઓએ ફિલ્મના પ્રચાર માટે પહેલાથી જ એક ટ્રેન બુક કરી હતી. IRCTCની 8 ડબ્બાવાળી પ્રથમ "પ્રમોશન ઓન વ્હીલ્સ" ટ્રેન હાઉસફુલ 4 ટીમને સાથે લઈ મુંબઈ બપોરના 3:15 કલાકે રવાના થઈ હતી. જે આજે સવારે 5: 35 કલાકે કોટા પહોચી હતી. પરંતુ અક્ષય કુમારે ટ્રેન બહાર પ્રશંસકોનું અભિવાદન ન કરતા સૈકન્ડો ફૈન્સ નારાજ થયા હતા.ટ્રેન 15 મિનીટ ઉભી રહ્યા બાદ 5:50 કલાકે કોટાથી દિલ્લી રવાના થઈ હતી. આ ટ્રૈનમાં એક પૈન્ટ્રી કાર 2 SLR અને 5 યાત્રી કોચ છે.
આ અગાઉ 24 જાન્યુઆરી 2017ના દિવસે રાજધાની એક્સપ્રેસમાં શાહરુખખાન ફિલ્મ 'રઈસ'ના પ્રમોશન કરતા મુંબઈ થી દિલ્લી આવ્યો હતો. આ દરમિયાન હજારોની સંખ્યામાં તેમના પ્રશંસકો પ્લેટફોર્મ પર પહોચ્યાં હતા. ટ્ર્રેન કોટા સ્ટેશન પર ઉભી રહેતા શાહરુખખાનના પ્રશંસકો વચ્ચે ભાગદોડ થઈ હતી. જેમાં અનેક લોકો ધાયલ થયા હતા. આ મામલે શાહરુખખાન વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ હતી.