મુંબઈ: બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે રક્ષાબંધનના તહેવારે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. આનંદ એલ રાયના ડાયરેક્શનમાં બાનનારી ફિલ્મનું નામ રક્ષાબંધન હશે. અક્ષયે આ ફિલ્મ તેમની બહેન અલ્કાને સમર્પિત કરી છે.
અક્ષયએ સોશિયલ મીડિયા પર 'રક્ષાબંધન' ફિલ્મનો પ્રથમ લુક શેર કરી અને લખ્યું હતું, જિંદગીમાં બહુ મુશ્કેલી પછી આવી કહાની આવે છે. જે મારા દિલમાં ઊંડાણ સુધી પહોંચે છે. હા કદાચ એટલે જ મારા કરિયરની આ એક એવી પહેલી ફિલ્મ છે. જે મેં એટલી જલ્દી સાઈન કરી છે. આ ફિલ્મ રક્ષાબંધનને હું મારી બહેન અલકા અને દુનિયાના સૌથી મોટા ખાસ બંધન નામે સમર્પિત કરું છું મારી જિંદગીની સૌથી ખાસ ફિલ્મ આપવા માટે આભાર આનંદ એલ રાય.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ફિલ્મની પોસ્ટમાં અક્ષય કુમાર ચાર બહેનો ને ગળે મળતા જોવા મળ્યા હતા
ફિલ્મ 'રક્ષાબંધનની સ્ટોરી નેશનલ એવોર્ડ વિજેતા રાઇટર હિમાંશુ શર્માએ લખી છે. તેણે આ પહેલાં ઝીરો, રાંજણા અને તનુ વેડ્સ મનુ જેવી મશહુર ફિલ્મની પટકથા પણ લખી છે.
માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષે શરૂ થશે. ફિલ્મને 5 નવેમ્બર 2021ના રોઝ રિલીઝ કરવામાં આવશે.
અક્ષય કુમારની આવનારી ફિલ્મની વાત કરવામાં આવે તો તેમાં લક્ષ્મી બોમ્બ, સૂર્યવંશી, પૃથ્વીરાજ અને અતરંગી સામેલ છે.