મુંબઇ: મહેશ ભટ્ટે અભિનેતા અક્ષય આનંદનું 1998માં આવેલી ફિલ્મ 'જખ્મ' માં નિર્દેશન કર્યુ હતું. ભટ્ટે 1999ની ફિલ્મ 'કારતુસ' પછી ડિરેક્ટર પદ છોડ્યું હતું. હવે તેણે ફરીથી આગામી ફિલ્મ 'સડક 2' માટે નિર્દેશકની કમાન સંભાળી લીધી છે અને તેની સાથે ફરી એકવાર કામ કરી રહેલા આનંદ તેને લઈને ખુબ ઉત્સાહિત છો.
આ અંગે અક્ષયે કહ્યું હતું કે, 'આ એખ શાનદાર ફિલ્મ છે. કારણ કે મે તેમની સાથે છેલ્લે જખ્મ ફિલ્મમાં કામ કર્યુ હતું. હવે તે ફરી નિર્દેશક તરીકે કામ કરી રહ્યાં છે અને તેેમની સાથે ફરી કામ કરવા માટે હું ખુબ જ ઉત્સાહિત છું.'
મહેશ ભટ્ટમાંં નિર્દેશક ના રૂપમાં બદલાવ અંગે પુછતાં તેમણે કહ્યું કે, " તે ઘણા પરિપક્વ થઈ ગયા છે. તે જીવનના મૂલ્યો વિશે ગહનતા સાથે વિચાર કરતા થયાં છે. તે તેની ફિલ્મો અને સંવાદો દ્વારા લોકો સુધી પહોંચવા માંગે છે. 'સડક 2' એકદમ અલગ ફિલ્મ છે. તે સુંદર રીતે બનાવવામાં આવી છે તમને ચોક્કસપણે ભટ્ટ સાહેબનો એક અલગ પ્રકારનું રૂપ જોવા મળશે.
પૂજા ભટ્ટ અને સંજય દત્તની જોડીએ 'સડક'માં અદભૂત અભિનય કર્યો હતો. આ વખતે 'સડક 2'માં દિગ્દર્શકની નાની પુત્રી આલિયા ભટ્ટ પણ જોવા મળશે અને સંજય દત્ત પણ એક કેમિયો કરતા જોવા મળશે.