ETV Bharat / sitara

ફિલ્મી પડદે ફરી આવી રહી છે ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ કઈ ફિલ્મમાં ચમકશે? - -bachchan-

બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના ફેન્સ છેલ્લા ઘણા સમયથી ફિલ્મી પડદા પર ઐશ્વર્યાને જોવા માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ઐશ્વર્યા ફરી એક વાર ફિલ્મી પડદે ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. હાલમાં જ ઐશ્વર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને આ અંગે જાહેરાત કરી છે.

ફિલ્મી પડદે ફરી આવી રહી છે ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ કઈ ફિલ્મમાં ચમકશે?

author img

By

Published : Jul 20, 2021, 2:32 PM IST

Updated : Jul 21, 2021, 9:38 PM IST

  • અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એક વાર ફિલ્મી પડદે દેખાશે
  • મણિરત્નમની ફિલ્મ પીએસ-1થી ફિલ્મી પડદે કરશે રિએન્ટ્રી
  • ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરી આપી માહિતી

અમદાવાદઃ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એક વાર ફિલ્મી પડદે ધૂમ મચાવવા આવી રહી છે. હાલમાં જ ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને મોટી જાહેરાત કરી છે કે, તે આગામી ફિલ્મ પીએસ-1માં જોવા મળશે. પીએસ-1 ફિલ્મને પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક મણિરત્નમ બનાવી રહ્યા છે. જોકે, ઐશ્વર્યાએ સોમવારે રાત્રે ઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનું પોસ્ટર શેર કરીને તેના ફેન્સને મોટી ભેટ આપી છે. આ ફિલ્મના પોસ્ટરમાં લખ્યું છે કે, પીએસ-1 પાર્ટ વન આ ફિલ્મનું સંગીત એ. આર. રહેમાન આપશે. આ ફોટો શેર કરતા ઐશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું હતું કે, જીવનમાં ગોલ્ડન એરા ફરી આવી રહ્યો છે. મણિરત્નમની પોન્નિયિન સેલ્વન (પીએસ-1).

ફિલ્મમાં ઐશ્વર્યાની સાથે તમિલ એક્ટર વિક્રમ પણ હશે

પીએસ-1 ઐતિહાસિક ફિલ્મ છે, જે તમિલમાં બનાવવામાં આવી રહી છે. મણિરત્નમની આ ફિલ્મ મદ્રાસ ટોકિઝ બનાવી રહ્યું છે. ફિલ્મમાં તમિલના પ્રખ્યાત એક્ટર વિક્રમ પણ લીડ રોલમાં છે. વિક્રમ અને ઐશ્વર્યા આ પહેલા મણિરત્નમની જ ફિલ્મ રાવણમાં કામ કરી ચૂક્યા છે. રાવણમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની કારકિર્દીની મહત્વપૂર્ણ ફિલ્મોમાં શામેલ છે. જોકે, છેલ્લા ઘણા સમયથી પીએસ-1માં ઐશ્વર્યા હોવાની ચર્ચા થઈ રહી હતી. જોકે, ઐશ્વર્યાએ હવે આ ચર્ચાને તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને સાચી સાબિત કરી દીધી છે.

Last Updated : Jul 21, 2021, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.