મુંબઈ: પ્રખ્યાત બેન્ડ અગ્નિ દ્વારા બોલિવૂડના સંગીતને અનેરી ઉંચાઈએ લઇ જનાર દિગ્ગજ પિતાપુત્રની જોડી એસ ડી બર્મન અને આર ડી બર્મનના ગીતોને રિક્રિએટ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
એક ડિજિટલ શો માટે અગ્નિ બેન્ડે ગીત ‘રૂપ તેરા મસ્તાના’ અને ફિલ્મ ‘હમ કિસી સે કમ નહી’ ના 4 ગીતોને રિક્રિએટ કર્યા હતા.
આ અંગે વાત કરતા અગ્નિ બેન્ડના કોકોએ જણાવ્યું, “આર ડી બર્મન ગીતના શબ્દોને જે રીતે ધૂનમાં ઢાળતા તેને જોઈને કહી શકાય કે તેઓ તેમના સમયથી ઘણું આગળ વિચારતા હતા. આથી તેમના ગીતોના રિક્રિએશનની જ્યારે વાત આવે ત્યારે તે એક સન્માનજનક વાત હોવાની સાથે એક પ્રકારનું જોખમ પણ છે. આથી અમે આ ગીતોને અમારા અંદાજમાં રિક્રિએટ કર્યા છે."