દેહરાદૂન: શાનદાર અવાજ માટે જાણીતા અને અલગ ઓળખ ધરાવનાર બૉલિવૂડના જાણીતા ગાયક અને ઉત્તરાખંડના જુબિન નૌટિયાલ હવે હૉલીવૂડમાં પણ પોતાનો અવાજ આપશે.
તમને જણાવી દઈએ કે, હાલમાં જુબિન નૌટિયાલે હૉલીવૂડ ફિલ્મ 'ઈનિશિએટિવ'ના બે ગીતમાં અવાજ આપ્યો છે. જેમાંથી એક ગીત હિન્દીમાં ડબ કરવામાં આવ્યું છે. તેમજ અન્ય 2 ગીતનું શૂટિંગ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં દેહરાદૂન, મસૂરીના વિવિધ લોકેશન પર થઈ ચૂક્યું છે.
આ ફિલ્મમાં જુબિન પણ અભિનય કરતો જોવા મળશે. આવનાર સમયમાં કેટલાક અન્ય બૉલિવૂડ, ફિલ્મ, વેબ સીરિઝ અને હિન્દી મ્યૂઝિક આલ્બમનું શૂટિંગ પણ ઉત્તરાખંડના શાનદાર લોકેશન પણ થઈ રહ્યું છે. T-સીરિઝના માલિક ભૂષણ કુમાર પણ ટૂંક સમયમાં શૂટિંગ લોકેશનને મુલાકાત માટે દેહરાદૂન આવી શકે છે.