મુંબઈ: ટીવી અભિનેત્રી સમીક્ષા ભટનાગર તેના ગીત 'તિશ્નગી' દ્વારા ગાયિકા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી રહી છે.
આ અંગે સમીક્ષાએ જણાવ્યું કે, "હું નાનપણથી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરી રહી હતી. હું તેમાં કારકિર્દી તો ન બનાવી શકી પણ જ્યારે હાલમાં અમુક ગીતોને મે મારો અવાજ આપ્યો ત્યારે મને સારો પ્રતિસાદ મળ્યો. આથી મે નિર્ણય કર્યો કે હું મારું પોતાનું ગીત લૉન્ચ કરીશ. "
સમીક્ષા 'એક વીર કી અરદાસ: વીરા ' અને 'દેવો કે દેવ મહાદેવ' જેવી સિરિયલોમાં અભિનય કરી ચૂકી છે.
આ ગીતના શબ્દો અલૌકિક રાહી ના છે જ્યારે તેને સંગીત ઋષિ સિંહે આપ્યું છે. તે યુ ટ્યૂબ પર ઉપલબ્ધ છે.