- Actress Priyanka Chopraએ ફરી એક વાર સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
- પ્રિયંકા ચોપરાએ વ્હાઈટ ડ્રેસમાં Instagram પર ફોટોઝ કર્યા શેર
- પ્રિયંકાએ પહેરેલા વ્હાઈટ ડ્રેસની કિંમત જાણીને સૌને લાગશે ઝટકો
અમદાવાદઃ બોલીવૂડ (Bollywood) અને હોલીવૂડની (Hollywood) અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસના (Actress Priyanka Chopra) નવા ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યાં છે. આ ફોટોઝમાં પ્રિયંકા વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેના હોલીવૂડના ફેન્સ પણ તેના આ ફોટોઝના વખાણ કરી રહ્યા છે. પ્રિયંકા રવિવારે ન્યૂ યોર્કમાં પ્રાઈડ પરેડમાં (Pride Parade in New York) ભાગ લેવા પહોંચી હતી. તે દરમિયાન પ્રિયંકાએ વ્હાઈટ કલરનો એક ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. પ્રિયંકાએ પ્રાઈડ પરેડમાં જવાની જાણકારી ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ફોટોઝ શેર કરીને આપી હતી. આ સાથે જ પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ફિલિંગ ધ લવ ઈન એનવાયસી.
આ પણ વાંચોઃ Priyanka Chopraએ ન્યુયોર્કમાં માણ્યો પાણી-પુરીનો સ્વાદ...
બોલીવૂડ અને હોલીવૂડમાંથી લોકોએ પ્રિયંકા પર કર્યો વખાણોનો વરસાદ
આ અંગે મળતી માહિતી અનુસાર, પ્રિયંકાએ (Actress Priyanka Chopra) પહેરેલા ડ્રેસનું ટોપ એરોન ઈન્ટરનેશનલ બ્રાન્ડનું છે અને તેની કિંમત 17,256 રૂપિયા છે. જ્યારે સ્કર્ટ 20,263 રૂપિયાનું છે. આ ઉપરાંત આ ફોટોઝમાં પ્રિયંકાના હાથમાં ગોલ્ડ બ્રેસલેટ અને ઈયરિંગ્સ સિવાય ગોલ્ડન વોચ પણ જોવા મળી રહી છે. બોલીવૂડ અને હોલીવૂડ બ્રાન્ડના અનેક ડિઝાઈનર્સ અને સેલિબ્રિટીઝ પ્રિયંકા ચોપરાના આ નવા લૂકના વખાણ કરી રહ્યાં છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચોઃ Tere Dream mai Meri Entry: સક્સેસ પાર્ટીમાં રાખી સાવંતે શા માટે મૂકી માથા પર કેક?