વાત એમ છે કે, જ્યારે કિરણ ખેર રસ્તા પર ચાલી રહ્યાં હતા, ત્યારે અચાનક રસ્તામાં ખાડો આવ્યો અને તેઓ પોતાનું સંતુલન ગુમાવતા નીચે ગબડી પડ્યા હતા. જો કે, આ ઘટના બાદ કિરણ ખેરે મતદાન કેન્દ્રમાં જઈને મતદાન કર્યું હતું. આ સમય દરમિયાન તેમના પતિ અને એક્ટર અનુપમ ખેર પણ તેમની સાથે પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે, ચંદીગઢમાં કિરણ ખેર અને પવન બંસલ સહિત 34 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે.