- અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે શનાયા કપૂર
- બહેન રિયાના લગ્ન પ્રસંગમાં હાજરી આપતી વખતે ક્લિક થઈ શનાયા
અમદાવાદઃ ટૂંક સમયમાં બોલિવુડની અભિનેત્રી બનવા જઈ રહેલી શનાયા કપૂરે અત્યારે તો બોલિવુડમાં એન્ટ્રી નથી કરી, પરંતુ તેની પહેલા જ તેની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઇંગ છે. ત્યારે હાલમાં જ શનાયાએ ગ્લેમરસ લુકમાં એક વીડિયો શેર કર્યો છે. શનાયા તેની બહેન રિયા કપૂરના લગ્નમાં આવી હતી. તે સમયનો વીડિયો તેણે શેર કર્યો હતો. આ વીડિયોમાં શનાયાનો ગ્લેમરસ લુક દેખાઈ રહ્યો છે.- " class="align-text-top noRightClick twitterSection" data="
">
રિયાના પ્રસંગમાં જતી વખતે ગ્લેમરસ લુકમાં ક્લિક થઈ શનાયા
હાલમાં જ શનાયા કપૂરે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, શનાયા રિયાના પ્રસંગ માટે જઈ રહી છે. બ્લેક બેકલેસ ટ્યૂનિકમાં તે ઘણી સુંદર દેખાઈ રહી છે. આ આઉટફિટમાં ફેન્સની સાથે બોલિવુડ કલાકારો પણ તેના વખાણ કરી રહ્યા છે. - " class="align-text-top noRightClick twitterSection" data="
આ પણ વાંચોઃ બોલીવુડ અભિનેતા મિલિન્દ સોમનએ મુંબઈથી શરૂ કરી ' રન ફોર યુનિટી ' , 22 ઓગસ્ટે પહોંચશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી
આ પણ વાંચોઃ Happy Birthday: અભિનેતા રણવીર શોરેનો આજે જન્મદિવસ