મુંબઇ: બોમ્બે હાઈકોર્ટમાંથી અભિનેત્રી રિયા ચક્રવર્તીને જામીન મળ્યા બાદ અભિનેત્રીએ હવે જે લોકોએ તેમના વિરુદ્ધ ખોટા આક્ષેપો કર્યા છે તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. રિયાએ બુધવારે CBIને પાડોશીઓ દ્વારા તેના પર ખોટા નિવેદનો આપવા બદલ પાડોશી સામે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. સુશાંતના પરિવારે દાવો કર્યો હતો કે, રિયાએ અભિનેતાને ઝેર આપીને આત્મહત્યા કરવા દબાણ કર્યું હતું. જ્યારે CBIને અભિનેત્રી વિરુદ્ધ હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી, એજન્સી આ કેસની તપાસ કરી રહી છે.
રિયા ચક્રવર્તીએ તેના વકીલ સતીષ માનશિંદે દ્વારા જારી કરેલા પત્રમાં કહ્યું છે કે, ડિમ્પલ થવાનીએ મારી ઉપર ખોટા અને ગંભીર આરોપો લગાવ્યા હતા અને તપાસને ભટકાવાનો પ્રયાસ કર્યો હતો.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સોમવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને વિનંતી કરી કે તેના પાડોશીઓએ તપાસને ગેરમાર્ગે દોરવા મીડિયાને “ખોટા” નિવેદનો આપ્યા હતા.
CBIની વિશેષ ટીમનું નેતૃત્વ કરી રહેલા નુપુર શર્માને સંબોધિત એક પત્રમાં ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, તેના પાડોશી ડિમ્પલ થવાનીએ ખોટો દાવો કર્યો હતો કે સુશાંતે 13 જૂનના રોજ તેની કારથી તેને એટલે કે રીયાને તેના ઘરે મુંબઇ મુકવા આવ્યો હતો. જે બાદ બીજા જ દિવસે 14 જૂનના રોજ સુશાંતે તેમના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હતી.