ETV Bharat / sitara

'મન કી આવાઝ પ્રતિજ્ઞા' સિરીયલમાં ઠાકુર સજ્જન સિંહનું પાત્ર ભજવનારા અભિનેતા અનુપમ શ્યામનું નિધન - અભિનેતા મનોજ જોશી

ખૂબ જ પ્રખ્યાત ટીવી સિરીયલ 'મન કી આવાઝ પ્રતિજ્ઞા' ('Mann Ki Awaaz Pratigya' serial)માં ઠાકુર સજ્જન સિંહનું પાત્ર ભજવનારા અભિનેતા અનુપમ શ્યામ (Actor Anupam Shyam)નું રવિવારે નિધન થયું છે. તેમણે બોલિવુડ અને ટીવી જગતમાં પોતાના દમદાર અભિનયથી લોકોની વચ્ચે એક અલગ જ સ્થાન બનાવ્યું હતું. જે લોકો મન કી આવાઝ સિરીયલ જોતા હશે તેઓને તો ખબર જ હશે કે તે સિરીયલમાં તેમનું પાત્ર કેટલું જોરદાર હતું. સિરીયલમાં તેઓ એક દહાડ પાડતા એટલે સામાવાળા ડરીને બેસી જતા હતા.

author img

By

Published : Aug 9, 2021, 7:07 AM IST

  • બોલિવુડ (Bollywood) અને ટીવી (Television) જગતને એક મોટો ઝટકો લાગ્યો
  • 'મન કી આવાઝ પ્રતિજ્ઞા' સિરીયલ ('Mann Ki Awaaz Pratigya' serial)માં ઠાકુર સજ્જન સિંહનું (Thakur Sajjan sinh)પાત્ર ભજવનારા પીઢ અભિનેતા અનુપમ શ્યામ (Actor Anupam Shyam)નું રવિવારે નિધન થયું
  • અનુપમ શ્યામ ઘણા સમયથી બીમાર હતા અને મલ્ટિપલ ઓર્ગન ફેલિયરના કારણે તેમનું નિધન થયું છે

ન્યૂઝ ડેસ્કઃ બોલિવુડ અને ટીવી જગતને એક મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, 'મન કી આવાઝ પ્રતિજ્ઞા' સિરીયલ ('Mann Ki Awaaz Pratigya' serial)માં ઠાકુર સજ્જન સિંહનું પાત્ર ભજવનારા પીઢ અભિનેતા અનુપમ શ્યામનું રવિવારે નિધન થયું છે. તેમણે બોલિવુડ ફિલ્મોની સાથે સાથે પ્રખ્યાત ટીવી શો મન કી આવાઝ ('Mann Ki Awaaz Pratigya' serial)થી એક અલગ જ ઓળખ ઉભી કરી હતી. જોકે, અનુપમ શ્યામ ઘણા સમયથી બીમાર હતા. જોકે, મલ્ટિપલ ઓર્ગન ફેલિયર (Multiple organ failure)ના કારણે તેમનું નિધન થયું છે. થોડા સમય પહેલા જ તેમની તબિયત બગડતા તેઓ ચર્ચામાં આવ્યા હતા. તે સમયે બોલિવુડ અને મનોરંજન જગત સાથે જોડાયેલા લોકોએ તેમની મદદ કરી હતી. છેવટે 63 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે.

આ પણ વાંચો- સની લિયોનનો Sheroનો ફર્સ્ટ લુક આવ્યો સામે, સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ તસવીર

રવિવારે રાત્રે 8 વાગ્યે લીધા અંતિમ શ્વાસ

આ અંગે મળતી માહિતી અનુસાર, અનુપમ શ્યામ 'મન કી આવાઝ પ્રતિજ્ઞા' સિરીયલ ('Mann Ki Awaaz Pratigya' serial)ની બીજી સિઝનનું (Second Season) શૂટિંગ કરી રહ્યા હતા, પરંતુ તેમને પહેલાથી જ ઘણી બીમારી હતી. તેઓ મુંબઈની લાઈફ લાઈન હોસ્પિટલમાં (Life Line Hospital) સારવાર કરાવી રહ્યા હતા. જોકે, શરીરના અનેક અંગ કામ કરવાનું બંધ કરતા તેમનું નિધન થયું છે. રવિવારે રાત્રે 8 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડિરેક્ટર અર્જુન પંડિત (Director Arjun Pandit) અને અભિનેતા મનોજ જોશી (Actor Manoj Joshi)એ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો- ‘સુપર ડાન્સર 4’માં Sonali Bendre એ 20 વર્ષ જૂનું જેકેટ પહેર્યું, સાદગીમાં કોઈ ફરક નહી

બોલિવુડની અનેક ફિલ્મોમાં કર્યો હતો અભિનય

આપને જણાવી દઈએ કે, અનુપમ શ્યામે સિરીયલમાં તો જોરદાર ઓળખ બનાવી જ હતી, પરંતુ તેમણે દસ્તક, હજાર ચૌરાસી કી મા, દુશ્મન, સત્યા, દિલ સે, જખ્મ, સંઘર્ષ, લગાન, નાયક, શક્તિ, પાપ, જિજ્ઞાસા, રાજ, વેલડન, અબ્બા, વોન્ટેડ, કજરારે અને મુન્ના માઈકલ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.