ETV Bharat / sitara

અભિષેક બચ્ચને સુપરહિટ ફિલ્મ 'ધૂમ 3'નો અનુભવ શેર કર્યો

author img

By

Published : Jun 26, 2020, 5:49 PM IST

અભિષેક બચ્ચને આમિર ખાન સાથે 2013 ની સુપરહિટ ફિલ્મ 'ધૂમ 3' માં કામ કરવાનો પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું કે, આ વખતે તે આમિરના દિગ્દર્શન હેઠળ કામ કરવા માગે છે. અભિનેતાએ શૂટિંગ દરમિયાન આમિર સાથેની મસ્તીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અભિષેક બચ્ચને સુપરહિટ ફિલ્મ 'ધૂમ 3'નો અનુભવ શેર કર્યો
અભિષેક બચ્ચને સુપરહિટ ફિલ્મ 'ધૂમ 3'નો અનુભવ શેર કર્યો

મુંબઇ: અભિષેક બચ્ચને પોતાની 2013 ની ફિલ્મ 'ધૂમ 3' માં કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. અભિનેતા 'ધૂમ' ફ્રેન્ચાઇઝની ત્રણેય ફિલ્મોમાં સામેલ હતા.તેણે કહ્યું કે 'ધૂમ' ના ત્રીજા ભાગમાં ચોર તરીકે જોવા મળેલા આમિર ખાન સાથે કામ કરીને તેઓ ખુશ હતા.અભિષેકની ઈચ્છા છે કે આમિર તેમની આગામી ફિલ્મમાં તેમને ડાયરેક્ટ કરે.

'ધૂમ 3' માં આમિર સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કરતા અભિષેક તેની પોસ્ટમાં લખ્યું કે, 'ધૂમ ફિલ્મ દ્વારા મને મારા જીવનમાં @_aamirkhan સાથે કામ કરવાની તક મળી અને જો મને બીજી તક મળશે તો હું તેમની સાથે અભિનય નહીં કરૂ, કારણે કે હું ઇચ્છુ છું કે તેઓ મને ડાયરેક્ટ કરે.તો આમિર, જો તમે આ વાંચી રહ્યા છો, તો કૃપા કરીને મારી વિનંતી પર ધ્યાન આપજો. અભિષેકે વધુમાં કહ્યું કે, સહ-અભિનેતા તરીકે આમિર ખૂબ ઉત્સાહી છે તેઓ ખૂબ મદદરૂપ અને સહાયક છે. હું ફક્ત કલ્પના કરી શકું છું કે તે કેટલો શાનદાર ડિરેક્ટર હશે

અભિષેકે એમ્યુઝમેન્ટ પાર્કમાં શૂટિંગ દરમિયાન બંનેને કેવી રીતે મજા કરવાની તક મળી તે અંગેની યાદો પણ શેર કરી હતી. અભિનેતા આગળ લખે છે કે, 'મારી સૌથી પ્રિય યાદ એ છે કે અમે શિકાગોના એમ્યુઝમેન્ટ પાર્કમાં કેટલાક દ્રશ્યોના શૂટ માટે ગયા હતા. પાર્ક બંધ હતો અને અંદર ફક્ત યૂનિટને જવાની મંજૂરી હતી. જેમ મને અને આમિરને સમય મળતો અને અમે નજીકના રોલર-કોસ્ટર પર દોડી જતા હતા અને તેને ચલાવવા માટે કહેતા હતા.. '

અભિષેક તેના 20 વર્ષીય બોલિવૂડના સફરની યાદો 'રોડટૂ 20' ના હેશટેગ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરે રહે છે.અભિનેતાએ કેટરીના કૈફ અને ઉદય ચોપરા સાથે કામ કરવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.

અભિષેક ટૂંક સમયમાં 'બ્રિથ: ઈન ધ શેડો' દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળશે. આ ઉપરાંત અભિનેતા ભવિષ્યમાં 'બોબ બિસ્વાસ' અને 'ધ બિગ બુલ' જેવી ફિલ્મોમાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.