મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ઘણા સ્ટાર્સ બોલિવૂડ લોબી અંગે ખુલીને સામે આવ્યા છે. અભય દેઓલે પણ ખુલાસો કર્યો છે કે, બોલીવૂડમાં લોબી કેવી રીતે કામ કરે છે. અભય દેઓલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિશે પોસ્ટ કરીને બોલીવૂડની લોબી અંગે સ્પષ્ટતા કરી છે.
2011માં આવેલી ફિલ્મ 'જિંદગી ના મિલેગી દોબારા' સુપરહિટ રહી હતી. આ ફિલ્મને આજે પણ લોકો યાદ કરે છે. આ ફિલ્મ ત્રણ મિત્રોની છે. જેમાં રિતિક રોશન, ફરહાન અખ્તર અને અભય દેઓલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેમાં અભય દેઓલે આ ફિલ્મ વિશે જે કહ્યું છે તે આશ્ચર્યજનક છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ઘણા સ્ટાર્સ ખુલીને આ મામલે બોલતા થયા છે. અભય દેઓલે પણ ખુલાસો કર્યો છે કે, બોલીવૂડમાં લોબી કેવી રીતે કામ કરે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભય દેઓલે આ ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું કે, "જિંદગી ના મિલેગી દોબારા" 2011માં રિલીઝ થઇ હતી. આજે પણ હું જ્યારે પણ ચિંતિત હોંઉ ત્યારે આ ફિલ્મ જોઉ છું. હું એ વાત કહેવા માગુ છું કે, લગભગ બધા એવોર્ડ સિઝન દરમિયાન મને અને ફરહાનને લીડ રોલ નહીં પરતું સપોર્ટિગ એકટર્સ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા. જ્યારે રિતિક અને કેટરીનાને શ્રેષ્ઠ અભિનેતા માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
અભિનેતાએ કહ્યું કે તેણે આ એવોર્ડનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ તેના સહ-અભિનેતા અખ્તર માટે આ યોગ્ય હતું.