મુંબઇ: સુપરસ્ટાર આમિર ખાન બુધવારે તેમના દિવંગત આસિસ્ટન્ટ આમોસના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા. અમોસનું મંગળવારે અવસાન થયુ હતું. આમિર ખાન તેમની પત્ની કિરણ રાવ સાથે સંવેદના વ્યક્ત કરવા પહોંચ્યા હતા.
અહેવાલો અનુસાર, એમોસનું મોત હાર્ટ એટૈકથી થયું હતું. અમોસ 25 વર્ષથી અભિનેતા આમિર ખાન સાથે કામ કરી રહ્યો હતો.
અમોસના અંતિમ સંસ્કારની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટામાં આમિર અને કિરણ અમોસના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જોવા માળ્યા હતા.
કોવિડ-19 રોગચાળાને કારણે આમિર અને કિરણ બંનેએ અંતિમવિધિમાં માસ્ક પહેર્યું હતું.