- દિગ્ગજ અભિનેતા આમિર ખાને તેની હાલની પત્નિ કિરણ સાથે અલગ થવાનો નિર્ણય કર્યો
- આમિર અને કિરણ તરફથી જારી નિવેદનમાં આ નિર્ણય બન્નેની સંમતિથી લેવામાં આવ્યો છે
- હવે અમે પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરવા માગીએ છેઃ આમિર-કિરણ
મુંબઇઃ દિગ્ગજ અભિનેતા આમિર ખાને (Aamir Khan) તેની હાલની પત્નિ કિરણ ( Kiran Rao ) સાથે અલગ થવાનો નિર્ણય કર્યો છે. આમિર (Aamir Khan)અને કિરણ( Kiran Rao ) તરફથી જારી નિવેદનમાં આ નિર્ણય બન્નેની સંમતિથી લેવામાં આવ્યો છે. શનિવારે બન્ને તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આ 15 સુંદર વર્ષોમાં આપણે સાથે મળીને જીવનભરના અનુભવો, આનંદ અને ખુશી શેર કરી છે અને અમારા સંબંધો ફક્ત વિશ્વાસ, આદર અને પ્રેમમાં આગળ વધ્યા છે. હવે અમે પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરવા માગીએ છે. હવે અમે પતિ અને પત્ની તરીકે નહીં પણ એક-બીજા માટે સહ-માતા-પિતા અને પરિવારના સભ્યના રૂપમાં આગળ વધીશું.
આ પણ વાંચોઃ તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની સાથે આમિર ખાનની મુલાકાત,આ કારણે થઇ રહ્યા છે ટ્રોલ...
અમે અમારા પુત્ર આઝાદ પ્રતિ સમર્પિત માતા-પિતા છેઃ આમિર-કિરણ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમે થોડા સમય પહેલા આયોજિત અલગાવ શરૂ કર્યો હતો અને હવે વ્યવસ્થાને ઔપચારિકરૂપ આપવામાં આરામદાયક અનુભવું છું. અલગ-અલગ રહેવા છતાં પોતાના જીવનને એક વિસ્તારિત પરિવારની જેમ જીવીએ છીએ. અમે અમારા પુત્ર આઝાદ પ્રતિ સમર્પિત માતા-પિતા છે, જેનું પાલન-પોષણ અમે મળીને કરીશું.
આ પણ વાંચોઃ બૉલિવૂડ એક્ટર આમિર ખાને ગાંધીજીના જન્મસ્થળની લીધી મુલાકાત
અમે અમારા શુભેચ્છકો પાસેથી શુભકામના અને આશીર્વાદ માંગીએ છેઃ આમિર-કિરણ
નિવેદનમાં આગળ લખ્યું છે કે, "અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ્સમાં ભાગીદારો તરીકે પણ કામ કરવાનું ચાલુ રાખીશું, જેનો અમને ઉત્સાહ છે. અમારા સંબંધોમાં આ વિકાસને સતત સમર્થન અને સમજ આપવા બદલ અમારા પરિવાર અને મિત્રોનો ઘણો આભાર." અને જેમના વગર અમે આ કાર્ય કરવામાં આટલા સુરક્ષિત ના હોતા. અમે અમારા શુભેચ્છકો પાસેથી શુભકામના અને આશીર્વાદ માંગીએ છે અને આશા રાખીએ છે કે અમારી જેવા - તમે પણ આ છૂટાછેડાને અંતના રૂપમાં નહિ, પરંતું એક નવી યાત્રાની શરૂઆતના રૂપમાં જોઇશું.