ETV Bharat / sitara

અવાજના મહારાણી લતાજી 90માં જન્મદિને બનશે 'ડૉટર ઓફ ધ નેશન'

ન્યુઝ ડેસ્કઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને દેશનું ગૌરવ ગણતા વિશ્વ વિખ્યાત ગાયિકા લતા મંગેશકરનો આજે 90મો જન્મદિવસ છે. ગાયકીમાં આગળ વધવા માગતા દરેક વ્યક્તિ માટે લતા મંગેશકર માત્ર આદર્શ જ નહીં પૂજનીય પણ છે. માત્ર 13 વર્ષની ઉંમરમાં જ જીવનનું પ્રથમ ગીત ગાયુ હતું. ગીત ગાવાની સફર એટલે સુધી આગળ વધી શકી કે, તેમણે અત્યાર સુધીમાં 25000 કરતાં પણ વધુ ગીત ગાયા છે. એટલે જ તેઓ વોઈસ ઓફ નેશન અને ડૉટર ઓફ નેશન તરીકે ઓળખાય છે.

લતાજીનો અવાજ જ એમની ઓળખાણઃ દેશની દિકરી આજે 90 વર્ષના થયા
author img

By

Published : Sep 28, 2019, 5:37 AM IST

Updated : Sep 28, 2019, 10:34 AM IST

લતાજીને પોતાના જન્મદિવસની ઉજવણીનો ક્યારેય મોહ રહ્યો નથી, પરંતુ તેમના જન્મદિનની ઉજવણી સમગ્ર ભારત કરે છે. તેમની વર્ષગાંઠના દિવસે ઉજવવા આખો પરિવાર ભેગો થાય છે.

lata
લતાજીનો અવાજ જ એમની ઓળખાણઃ દેશની દિકરી આજે 90 વર્ષના થયા
lata
લતાજીનો અવાજ જ એમની ઓળખાણઃ દેશની દિકરી આજે 90 વર્ષના થયા
lata
લતાજીનો અવાજ જ એમની ઓળખાણઃ દેશની દિકરી આજે 90 વર્ષના થયા
lata
લતાજીનો અવાજ જ એમની ઓળખાણઃ દેશની દિકરી આજે 90 વર્ષના થયા

પોતાના અવાજથી સૌથી વધુ ખ્યાતિ પ્રાપ્ત કરી હોય એમાં ગાયિકા લતા મંગેશકરનું નામ મોખરે છે. 28 સપ્ટેમ્બર 1929માં ઇન્દોરમાં તેમનો જન્મ થયો હતો. તેમની ત્રણ બહેનો મીના, આશા, ઉશા અને ભાઈ હ્રદયનાથ છે. જેઓ પણ આ સંગીત ક્ષેત્રમાં છે.

પિતાના અવસાન બાદ મુંબઈ આવેલા લતાજીએ માસ્ટર અને મેન્ટર વિનાયકના માર્ગદર્શન પ્રમાણે આગળ વધવાનું નક્કી કર્યું અને ગુલામ હૈદરે લતાજીને પ્રથમ બ્રેક આપ્યો હતો. તે સમય નૂરજહાં, શમશાદ બેગમ અને સુરૈયા ખૂબ પ્રખ્યાત હતા. તેમની વચ્ચે લતાજીએ પોતાનો અલગ મુકામ પ્રાપ્ત કરવા આગેકૂચ કરી હતી.

લતા મંગેશકરને વર્ષ 2001માં ભારત સરકારે 'ભારત રત્ન'થી સન્માનિત કર્યા હતાં. આ ઉપરાંત તેમને દાદાસાહેબ ફાળકે, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, મહારાષ્ટ્રભૂષણ, નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર સહિતના ઢગ્લાબંધ સન્માનો પ્રાપ્ત થયાં છે. સંગીત માટેની સાધના, લગન અને મહેનતથી વિશ્વભરના સંગીતના શ્રોતાઓ માટે આદર્શની સાથે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે.

આજે અપાશે 'ડૉટર ઓફ ધ નેશન'એવોર્ડ

લતા મંગેશકરે 7 દશકાઓ સુધી ભારતીય સિનેમામાં તેમનું યોગદાન આપ્યું છે. આજે તેમને 'ડૉટર ઓફ ધ નેશન'ના એવોર્ડથી સન્માનિત કરાશે. કવિ, ગીતકાર પ્રસૂન જોશીએ આ અવસર પર એક વિશેષ ગીત પણ લખ્યું છે. મળતી વિગતો મુજબ, વડાપ્રધાન મોદી લતા મંગેશકરના ખુબ જ મોટા પ્રશંસક છે. તેઓ ભારતીય રાષ્ટ્રના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે.

અડધા ગુજરાતણ છે લતા મંગેશકર...

હરીશ ભીમાણીએ તેમના પુસ્તક 'In Search of Lata Mangeshkar'માં લતા મંગેશકરના ગુજરાત સાથેના સબંધનો ઉલ્લેખ કર્યો છે. લતાજીના પિતા દીનાનાથ મંગેશકરે બે ગુજરાતી બહેનો સાથે લગ્ન કર્યા હતા અને લતા પોતાની નાની પાસેથી માતાજીના ગરબા શીખ્યા હતા. લતા મંગેશકરે ઘણા બધા ગુજરાતી ફિલ્મી ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો છે.

લતા મંગેશકરના ગુજરાતી ગીતો...

  • દિકરી તો પારકી થાપણ કહેવાય
  • પાંડદુ લીલું ને રંગ રાતો
  • જા જા જારે જા..
  • નિંદરડી
  • આવી રસીલી ચાંદની
  • ઓ રુપરસીલી
  • કોઈ ગોતી દયો મારો રામ
  • કેસુડાનની વનની
  • ઓઢાજી મારા વાલાને
  • મહેંદી તે વાવી માલાવે
  • મને ઘેલી ઘેલી જોઈ
  • તને સાચવે પાર્વતી
  • એક રજકણ સૂરજ

લતા મંગેશકરની કેટલીક રસપ્રદ વાતો

  • લતાએ 5 વર્ષની વયે ગીત ગાવાનુ શરૂ કર્યુ હતુ. સ્ટેજ પર ગાતા તેમને પહેલી વખત 25 રૂપિયા મળ્યા હતા, જેને તેઓ પોતાની પહેલી કમાણી માનતાં હતાં. અભિનેત્રીના રૂપમાં તેમને પહેલી વખત 300 રૂપિયા મળ્યાં હતાં.
  • ઉસ્તાદ અમાન ખા ભિંડી બજારવાળા અને પડિત નરેન્દ્ર શર્માને તેઓ સંગીતમાં પોતાના ગુરૂ માને છે. તેમના આધ્યાત્મિક ગુરૂ શ્રીકૃષ્ણ શર્મા હતાં.
  • લતાએ પોતાનું પહેલું ફિલ્મી ગીત મરાઠી ફિલ્મ 'કિતી હંસલી'માં ગાયું હતું, પરંતુ કોઇ કારણોસર તે ગીતનો ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
  • હિન્દી ફિલ્મ આપ કી સેવા મે (1947 ) લતાએ પહેલી વખત ગીત ગાયું હતું.
  • લતાએ અંગ્રેજી, અસમિયા, બાંગ્લા, બ્રજભાષા, ડોગરી, ભોજપુરી, કોંકણી, કન્નડ, મગધ, મૈથિલી, મણિપુરી, મલયાલમ, સિંધી, તમિલ, તેલુગૂ, ઉર્દૂ, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંહલી વગેરે ભાષાઓમાં ગીત ગાયા છે.
  • તે મરાઠી ભાષી છે, પરંતુ તે હિન્દી, બાંગ્લા, તમિલ, સંસ્કૃત, ગુજરાતી અને પંજાબી ભાષાઓમાં પણ બોલે છે.
  • ગાયિકા, અભિનેત્રી હોવાની સાથે સાથે લતાએ ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. ખાસ કરીને મરાઠી ફિલ્મોમાં તેમણે આન્દઘન નામથી સંગીત આપ્યુ છે.
  • તેમણે "લેકિન", "બાદલ" અને "કાંચનજંગા" જેવી ફિલ્મો પણ બનાવી છે.
  • વર્ષ 1951 માં તેમણે સૌથી વધું 225 ગીતો ગાયા છે.
  • પુરૂષ ગાયકોમાં મોહમ્મદ રફી સાથે લતાએ સૌથી વધું 400 યુગલ ગીતો ગાયા છે. જ્યારે 327 કિશોર સાથે. મહિલા યુગલમાં તેમણે સૌથી વધું આશા ભોસલે સાથે ગાયા છે.
  • ગીતકારોમાં આનંદબક્ષી દ્વારા લખાયેલ 700 કરતાં પણ વધારે ગીતો લતાએ ગાયા છે.
  • પડોસન, ગોન વિથ ધ વિંડ અને ટાઇટેનિક લતાની મનપસંદ ફિલ્મો છે.
  • ગુરુદત્ત, સત્યજીત રે, યશ ચોપડા અને બિમલ રોયની ફિલ્મો તેમને પસંદ છે.
  • લતા માટે ગાવાનું પૂજા સમાન છે. રેકોર્ડીંગના સમયે હંમેશા તે ઉઘાડા પગે જ જાય છે.
  • તેમના પિતાજી દ્વારા અપાયેલ તંબુરો તેમને હજી સુધી સાચવી રાખ્યો છે.
  • લતાને ફોટોગ્રાફીનો ખુબ જ શોખ છે. વિદેશોમાં તેમના દ્વારા ઉતારવામાં આવેલ છાયાચિત્રોનું પ્રદર્શન પણ લાગી ચુક્યું છે.
  • રમતમાં તેમને ક્રિકેટ ખુબ જ ગમે છે. ભારતની કોઇ મોટી મેચ હોય તો તે ઘરનું બધું જ કામ છોડીને મેચ જોવાનું પસંદ કરે છે.
  • કાગળ પર કંઈ પણ લખતા પહેલા તે શ્રીકૃષ્ણ લખે છે.
  • આ વાત થોડીક વિચિત્ર લાગી શકે તેમ છે પરંતુ સાચી છે. હિટ ગીત 'આયેગા આને વાલા' માટે તેમને 22 રીટેક આપવા પડ્યાં હતાં.
  • ચેખર, ટૉલસ્ટૉચ, ખલીલ અને જીબ્રાનનું સાહિત્ય તેમને પસંદ છે. તે જ્ઞાનેશ્વરી અને ગીતાને પણ પસંદ કરે છે.
  • કુંદનલાલ સહગલ અને નૂરજહા તેમના પસંદગીના ગાયકો છે.
  • શાસ્ત્રીય ગાયક ગાયિકાઓમાં તેમને પંડિત રવિશંકર, જશરાજ, ભીમસેન, બડે ગુલામ અલી ખાન અને અલી અકબર ખાન પસંદ છે.
  • ભારતીય ઇતિહાસમાં અને સંસ્કૃતિમાં તેમને કૃષ્ણ, મીરા, વિવેકાનંદ અને અરવિંદો ખુબ જ પસંદ છે.

Intro:Body:

લતાજીનો અવાજ જ એમની ઓળખાણઃ દેશની દિકરી લતાજી 90 વર્ષના થયા

ન્યુઝ ડેસ્કઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને દેશનું ગૌરવ ગણતા વિશ્વ વિખ્યાત ગાયિકા લતા મંગેશકરનો આજે 90મો જન્મદિવસ છે. ગાયકીમાં આગળ વધવા માગતા દરેક વ્યક્તિ માટે લતા મંગેશકર માત્ર આદર્શ જ નહીં પૂજનીય પણ છે. માત્ર 13 વર્ષની ઉંમરમાં જ જીવનનું પ્રથમ ગીત ગાયુ હતું. ગીત ગાવાની સફર એટલે સુધી આગળ વધી શકી કે તેમણે અત્યાર સુધીમાં 25000 કરતાં પણ વધુ ગીત ગાયા છે. એટલે જ તેઓ વોઈસ ઓફ નેશન અને ડોટર ઓફ નેશન તરીકે ઓળખાય છે. 

લતાજીને પોતાના જન્મદિવસની ઉજવણીનો ક્યારેય મોહ રહ્યો નથી. પરંતુ તેમના જન્મદિનની ઉજવણી સમગ્ર ભારત કરે છે. તેમની વર્ષગાંઠના દિવસે ઉજવવા આખો પરિવાર ભેગો થાય છે. 

પોતાના અવાજથી સૌથી વધુ ખ્યાતિ પ્રાપ્ત કરી હોય એમાં ગાયિકા લતા મંગેશકરનું નામ મોખરે છે. 28 સપ્ટેમ્બર 1929માં ઇન્દોરમાં તેમો જન્મ થયો હતો. તેમની ત્રણ બહેનો મીના, આશા, ઉશા અને ભાઈ હ્રદયનાથ છે જેઓ પણ આ સંગીત ક્ષેત્રમાં છે. 

પિતાના અવસાન બાદ મુંબઈ આવેલા  લતાજીએ માસ્ટર અને મેન્ટર વિનાયકના માર્ગદર્શન પ્રમાણે આગળ વદાવનું નક્કી કર્યું અને ગુલામ હૈદરે લતાજીને પ્રથમ બ્રેક આપ્યો હતો.  તે સમય નૂરજહાં, શમશાદ બેગમ અને સુરૈયા ખૂબ પ્રખ્યાત હતા. તેમની વચ્ચે લતાજીએ પોતાનો અલગ મુકામ પ્રાપ્ત કરવા આગેકૂચ કરી હતી. 

લતા મંગેશકરને વર્ષ 2001માં ભારત સરકારે 'ભારત રત્ન'થી સન્માનિત કર્યા હતાં. આ ઉપરાંત તેમને દાદાસાહેબ ફાળકે, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, મહારાષ્ટ્રભૂષણ, નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર સહિતના ઢગ્લાબંધ સન્માનો પ્રાપ્ત થયાં છે. સંગીત માટેની સાધના, લગન અને મહેનતથી વિશ્વભરના સંગીતના શ્રોતાઓ માટે આદર્શની સાથે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. 

અડધા ગુજરાતણ છે લતા મંગેશકર... 

હરીશ ભીમાણીએ તેમના પુસ્તક 'In Search of Lata Mangeshkar'માં  લતા મંગેશકરના ગુજરાત સાથેના સબંધનો ઉલ્લેખ કર્યો છે. લતાજીના પિતા દીનાનાથ મંગેશકરે બે ગુજરાતી બહેનો સાથે લગ્નક ર્યા હતા અને લતા પોતાની નાની પાસેથી માતાજીના ગરબા શીખ્યા હતા. લતા મંગેશકરે ઘણા બધા ગુજરાતી ફિલ્મી ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો છે. 

લતા મંગેશકરના ગુજરાતી ગીતો...

દિકરી તો પારકી થાપણ કહેવાય

પાંડદુ લીલું ને રંગ રાતો

જા જા જારે જા..

નિંદરડી

આવી રસીલી ચાંદની

ઓ રુપરસીલી

કોઈ ગોતી દયો મારો રામ

કેસુડાનની વનની

ઓઢાજી મારા વાલાને

મહેંદી તે વાવી માલાવે

મને ઘેલી ઘેલી જોઈ

તને સાચવે પાર્વતી

એક રજકણ સૂરજ

લતા મંગેશકરની કેટલીક રસપ્રદ વાતો

- લતાએ 5 વર્ષની વયે ગીત ગાવાનુ શરૂ કર્યુ હતુ. સ્ટેજ પર ગાતા તેમને પહેલી વખત 25 રૂપિયા મળ્યા હતા, જેને તેઓ પોતાની પહેલી કમાણી માનતાં હતાં. અભિનેત્રીના રૂપમાં તેમને પહેલી વખત 300 રૂપિયા મળ્યાં હતાં.

- ઉસ્તાદ અમાન ખા ભિંડી બજારવાળા અને પડિત નરેન્દ્ર શર્માને તેઓ સંગીતમાં પોતાના ગુરૂ માને છે. તેમના આધ્યાત્મિક ગુરૂ શ્રીકૃષ્ણ શર્મા હતાં.

- લતાએ પોતાનું પહેલું ફિલ્મી ગીત મરાઠી ફિલ્મ 'કિતી હંસલી' માં ગાયું હતું પરંતુ કોઇ કારણોસર તે ગીતનો ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

- હિન્દી ફિલ્મ આપકી સેવામે(1947 ) લતાએ પહેલી વખત ગાયું હતું.

- લતાએ અંગ્રેજી, અસમિયા, બાંગ્લા, બ્રજભાષા, ડોગરી, ભોજપુરી, કોંકણી, કન્નડ, મગધ, મૈથિલી, મણિપુરી, મલયાલમ, સિંધી, તમિલ, તેલુગૂ, ઉર્દૂ, મરાઠિ, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંહલી વગેરે ભાષાઓમાં ગીત ગાયા છે.

- તે મરાઠી ભાષી છે, પરંતુ તે હિન્દી, બાંગ્લા, તમિલ, સંસ્કૃત, ગુજરાતી અને પંજાબી ભાષાઓમાં પણ બોલે છે.

- ગાયિકા, અભિનેત્રી હોવાની સાથે સાથે લતાએ ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. ખાસ કરીને મરાઠી ફિલ્મોમાં તેમણે આન્દઘન નામથી સંગીત આપ્યુ છે.

- તેમણે લેકિન, બાદલ અને કાંચનજંગા જેવી ફિલ્મો પણ બનાવી છે.

- વર્ષ 1951 માં તેમણે સૌથી વધું 225 ગીતો ગાયા છે.

- પુરૂષ ગાયકોમાં મોહમ્મદ રફી સાથે લતાએ સૌથી વધું 400 યુગલ ગીતો ગાયા છે. જ્યારે કે 327 કિશોર સાથે. મહિલા યુગલમાં તેમણે સૌથી વધું આશા ભોસલે સાથે ગાયા છે.

- ગીતકારોમાં આનંદબક્ષી દ્વારા લખાયેલ 700 કરતાં પણ વધારે ગીતો લતાએ ગાયા છે.

- પડોસન, ગોન વિથ ધ વિંડ અને ટાઇટેનિક લતાની મનપસંદ ફિલ્મો છે.

- ગુરુદત્ત, સત્યજીત રે, યશ ચોપડા અને બિમલ રોયની ફિલ્મો તેમને પસંદ છે.

- લતા માટે ગાવાનું પૂજા સમાન છે. રેકોર્ડીંગના સમયે હંમેશા તે ઉઘાડા પગે જ જાય છે.

- તેમના પિતાજી દ્વારા અપાયેલ તંબુરો તેમને હજી સુધી સાચવી રાખ્યો છે.

- લતાને ફોટોગ્રાફીનો ખુબ જ શોખ છે. વિદેશોમાં તેમના દ્વારા ઉતારવામાં આવેલ છાયાચિત્રોનું પ્રદર્શન પણ લાગી ચુક્યું છે.

- રમતમાં તેમને ક્રિકેટ ખુબ જ ગમે છે. ભારતની કોઇ મોટી મેચ હોય તો તે ઘરનું બધું જ કામ છોડીને મેચ જોવાનું પસંદ કરે છે.

-કાગળ પર કંઈ પણ લખતા પહેલા તે શ્રીકૃષ્ણ લખે છે.

- આ વાત થોડીક વિચિત્ર લાગી શકે તેમ છે પરંતુ સાચી છે. હિટ ગીત 'આયેગા આને વાલા' માટે તેમને 22 રીટેક આપવા પડ્યાં હતાં.

- ચેખર, ટૉલસ્ટૉચ, ખલીલ અને જીબ્રાનનું સાહિત્ય તેમને પસંદ છે. તે જ્ઞાનેશ્વરી અને ગીતાને પણ પસંદ કરે છે.

- કુંદનલાલ સહગલ અને નૂરજહા તેમના પસંદગીના ગાયકો છે.

- શાસ્ત્રીય ગાયક ગાયિકાઓમાં તેમને પંડિત રવિશંકર, જશરાજ, ભીમસેન, બડે ગુલામ અલી ખાન અને અલી અકબર ખાન પસંદ છે.

- ભારતીય ઇતિહાસમાં અને સંસ્કૃતિમાં તેમને કૃષ્ણ, મીરા, વિવેકાનંદ અને અરવિંદો ખુબ જ પસંદ છે.

Conclusion:
Last Updated : Sep 28, 2019, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.