- 2019 માં આવેલી ફિલ્મ છીચોરને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ કેટેગરીનો એવોર્ડ
- ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ
- ફિલ્મ મૈત્રીમાં 13 રાજ્યોની એન્ટ્રી કરવામાં આવી
હૈદરાબાદ: સોમવાર 22 માર્ચનાં રોજ નેશનલ મિડિયા સેન્ટરમાં યોજાયેલી પ્રેસકોન્ફરન્સ દરમિયાન 67માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આનો વાર્ષિક મહોત્સવ 3જી મે નાં રોજ યોજાનાર છે. આ સમારંભને ગયા વર્ષે કોરોનાવાયરસ મહામારીને પગલે સ્થગિત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ આજે ગુવાહાટીમાં ફિલ્મ ફેર એવોર્ડ યોજાશે
નોન-ફીચર ફિલ્મ કેટેગરીમાં 220 ફિલ્મોનો સમાવેશ
આ સેરેમનીનો કાર્યક્રમ પીઆઈબી ભારતના ફેસબુક પેજ તેમજ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે. આ વખતે, ફીચર ફિલ્મ કેટેગરીમાં 461 અને નોન-ફીચર ફિલ્મ કેટેગરીમાં 220 ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મ મૈત્રીમાં 13 રાજ્યોની એન્ટ્રી કરવામાં આવી છે. જ્યારે ફિલ્મ એવોર્ડની જાહેરાત હજી ચાલુ છે, ત્યારે નીતેશ તિવારીની 2019 માં આવેલી ફિલ્મ છીચોરને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ કેટેગરીનો એવોર્ડ મળ્યો છે.
આ પણ વાંચોઃ નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ 'હેલ્લારો'ના ડાયરેકટર અને સ્ટાર કાસ્ટની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત