મળતી માહિતી અનુસાર 32 વર્ષીય સંગીત કુમારે વીડિયોમાં દાવો કર્યો છે કે, તે એશ્વર્યા રાયનો દિકરો છે. એશ્વર્યાએ આઇવીએફના માધ્યમથી લંડનમાં તેને જન્મ આપ્યો હતો. સંગીત કુમાર મંગલૌરના રહેવાસી છે. તેમણે જણાવ્યું છે કે, તેનો જન્મ 1988માં થયો હતો.
મંગલૌરના રહેવાસી સંગીત કુમારનો બે વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમનો પોતાની સ્ટોરી સંભળાવતા જોવા મળી શકે છે. તેમનો દાવો છે કે, તેમનો જન્મ 1988માં થયો હતો, ત્યારે એશ્વર્યા રાય લગભગ 15 વર્ષની ઉંમરની હતી.
સંગીતે આગળ જણાવ્યું કે, એશ્વર્યાના માતા-પિતાએ બે વર્ષની ઉંમર સુધી તેમની સંભાળ કરી હતી અને બાદમાં તેના પિતા વડિવેલુ રેડ્ડી તેને વિશાખાપટ્ટનમ લાવ્યાં હતાં.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
સંગીત કુમારનું કહેવું છે કે, તેમના સંબંધીઓએ તેના જન્મને સંબંધિત તમામ દસ્તાવેજો નષ્ટ કર્યા હતા. જો આ દસ્તાવેજો હોત તો તેનો ઠોસ પુરાવો સાબિત થઇ જાત. આ વ્યક્તિએ કહ્યું કે, તે જલ્દી જ મુંબઇમાં પોતાની માં એશ્વર્યા રાય સાથે શિફ્ટ થવા ઇચ્છે છે.
આ વીડિયોમાં તેમણે કહેતા જોઇ શકાય છે કે, વર્ષ 2007માં લગ્નના બંધનમાં બંધાયેલા એશ્વર્યા અને અભિષેક અલગ થઇ ગયા છે. જેથી અંદાજો લગાવી શકાય છે કે, તેની આ વાતોમાં કેટલી હકીકત છે. મજેદાર વાત તો એ છે કે, ફેસબુક પર વેનિસ કાઇલ લોર્ડ કલ્કિ નામના સંગીત કુમારે લખેલી સ્ક્રિપ્ટના પેજ પણ અપલોડ કર્યા છે. જે તેમણે હૉલિવૂડની દિગ્ગજ કંપની સ્ટીવન સ્પીલબર્ગની સાથે એક પરિયોજના માટે લખ્યા હતા. જો કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ અત્યાર સુધી એશ્વર્યાની આના પર કોઇ જ કમેન્ટ આવી નથી.
અમુક દિવસો પહેલા કેરળની રહેવાસી 45 વર્ષની કરમાલા મોડેક્સે ના માત્ર પોતાને સિંગર અનુરાધા પૌડવાલની બાયોલોજિકલ દિકરી ગણાવી હતી, પરંતુ હવે તેમણે સાબિત કરતા જણાવ્યું હતું કે, તેના પિતા અને સિંગર અનુરાધા એક બીજાના ખૂબ જ સારા મિત્રો હતા.
કરમાલાનો દાવો છે કે, તેની પાસે તેના પિતા અને અનુરાધા પૌડવાલની દોસ્તીને લઇને સાક્ષ્ય પણ છે. તેમણે પોતાના અનુરાધા પૌડવાલની દિકરી થવાની વાત અમુક સમય પહેલા જ કરી હતી. તેમનું કહેવું છે કે, જ્યારે તેના પિતા અંતિમ દિવસોમાં હતા, ત્યારે તેમણે કરમાલાને હકીકત સાથે માહિતગાર કર્યા હતા.
એશ્વર્યાની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો નિર્દેશનક મણિરત્નમની તમિલ ફિલ્મ Ponnoyin Selvanમાં જોવા મળશે. મણિરત્નમની સાથે બીજી વખત કામ કરવાને લઇને એશ્વર્યાએ કહ્યું કે, 'આ એક ખૂબ જ સારો અનુભવ છે. મણિરત્નમ મારા ગુરૂ છે અને આ દેશ ખૂબ જ શાનદાર નિર્દેશકોમાંથી એક છે.'