ETV Bharat / sitara

'જેક રીચર'ના ઓડિશનમાં જહોન્સન પછાડી ટોમ ક્રુઝે મારી હતી બાજી - ઈન્સ્ટાગ્રામ

ટોમ ક્રુઝની એક એક્શન ફિલ્મ 'જેક રીચર’ બાબતે જોહન્સને ખુલાસો કર્યો હતો કે, આ ફિલ્મ માટે ઓડિશન આપવા માટે ગયો ત્યારે તેને આશા હતી કે તેને આ ફિલ્મમાં કામ મળશે, પણ આ ફિલ્મ ટોમ ક્રુઝને મળી હતી.

Tom Cruise beat Dwayne Johnson to Jack Reacher role
'જેક રીચર'ના ઓડિશનમાં જહોન્સન પછાડી ટોમ ક્રુઝે મારી હતી બાજી
author img

By

Published : Apr 14, 2020, 9:57 AM IST

લોસ એન્જલસ: હોલીવૂડ સ્ટાર જહોન્સનને જણાવ્યું હતું કે, તેણે લોકપ્રિય પાત્ર જેક રીચર માટે ઓડિશન આપ્યું હતું, જેમાં અભિનેતા ટોમ ક્રુઝ બાજી મારી ગયો હતો.

જહોન્સને આ વાતનો ઈન્સ્ટાગ્રામ પર સવાલ-જવાબ સત્ર દરમિયાન ખુલાસો કર્યો હતો. 7 મિનિટના વીડિયો દ્વારા જહોન્સને જણાવ્યું કે, હું ખરેખર 2012ની એક્શન ફિલ્મમાં કામ કરવા ઈચ્છતો હતો, પણ મને આનંદ છે કે, ક્રુઝને આ કામ મળ્યું.

એક્શન સ્ટારે જણાવ્યું હતું કે, તે આ ફિલ્મમાં ભૂમિકા મેળવવા માટે આશાવાદ હતો. કારણ કે, તેની શારીરિક લાક્ષણિકતાઓ પાત્ર માટે યોગ્ય છે, જે લેખક લી ચાઇલ્ડ દ્વારા બનાવવામાં આવી હતી. ટોમ ક્રુઝ એ સમયે વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટાર હતો.

જહોન્સનને 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ' ફ્રેન્ચાઇઝના 5મા ભાગમાં લ્યુક હોબ્સનું પાત્ર ભજવવાની તક મળી. જહોન્સન, હોલીવુડમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક છે, અને તેની આઈકોનિક ફિલ્મ્સ - 'ધ મમી રિટર્ન્સ', 'જર્ની 2', 'ધ મિસ્ટિરિયસ આઇલેન્ડ', 'હર્ક્યુલસ', 'જુમાન્જી', 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ' છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.